અખાધ્ય બનેલી 100 કિલો કેન્ડીનો નાશ

અખાધ્ય બનેલી 100 કિલો કેન્ડીનો નાશ
અખાધ્ય બનેલી 100 કિલો કેન્ડીનો નાશ
ઉનાળાની ઋતુ દરમિયાન આઇસક્રીમ તથા કેન્ડીનો ઉપયોગ થાય છે.  જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ખોડિયાર પાર્ક-2, ગિરિરાજ પાર્ટી પ્લોટની બાજુમાં, જૂનો મોરબી રોડ ખાતે આવેલ ક્રિષ્ના ગુલ્ફિ  આઇસ્ક્રીમ નામની ઉત્પાદક પેઢીની સ્થળ તપાસમાં કેન્ડીનું ઉત્પાદન થતું હોવાનું મળી આવેલ. સ્થળ પર પેઢીના માલિક કૃષ્ણ ગોપાલ ભૂરીસિંગ પાલ દ્વારા કેન્ડી જેવી કે, ચોકોબાર, મેંગો ડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી, તથા વેનીલા આઇસ્ક્રીમનું બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કરવામાં આવતું હતું જેમાં વિગતો ધ્યાને આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

(1) ચોકોબાર કેન્ડી બનાવવામાં ખરેખર તો મિલ્ક ફેટ કે ઋજજઅઈં દ્વારા માન્યતા પ્રાપ્ત વેજીટેબલ ફેટનો ઉપયોગ માન્ય છે. (2) મેંગો ડોલી કેન્ડી બનાવવામાં કેમિકલયુક્ત એસન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. (3) કેન્ડીનું પેકિંગ કરવામાં આવતું નથી કે કોઈ લેબલ લગાવેલ નથી. તેમજ કેન્ડીનું પેકિંગ કર્યા બાદ મિલ્ક ફેટમાંથી બનાવેલ છે તે દર્શાવવું જરૂરી છે. કેન્ડી ઉપર ઉત્પાદન તારીખ, બેચ નંબર તથા ઈન્ગ્રેડિયન્ટસ પણ દર્શાવવું જરૂરી છે. ઉપરોક્ત તમામ વિગતોએ અંદાજીત 60 કિલો. ચોકોબાર કેન્ડી તથા 40 કિલો. મેંગો ડોલી કેન્ડી મળીને કુલ 100 કિલો. બિનઆરોગ્યપ્રદ કેન્ડીનો નાશ કરવામાં આવેલ. ઉત્પાદન સ્થળની બિનઆરોગ્યપ્રદ સ્થિતિ તથા સ્ટોરેજ બાબતે પેઢીના માલિકને નોટિસ આપવામાં આવેલ તથા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ચોકોબાર કેન્ડીનો  નમૂનો લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ છે.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 15 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, આઇસ્ક્રીમ, તથા ઉપયોગ માં લેવાતા ખાધ્ય તેલ વગેરેના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા 8 ફુડ બિઝનેસ ઓપરેટરને લાઇસન્સ બાબતની નોટિસ આપવામાં આવેલ.

Read About Weather here

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી કરેલ ધંધાર્થિઓની વિગત (1)ઉમિયાજી કોલ્ડ્રિંસ -લાઇસન્સ બાબતે નોટિસ (2) ઉમિયા રસ પાર્લર -લાઇસન્સ બાબતે નોટિસ (3)ગજાનન રસ  ગોલા -લાઇસન્સ બાબતે નોટિસ (4)બાપા સીતારામ રસ સેન્ટર -લાઇસન્સ બાબતે નોટિસ (5)સ્વામીસ રેસ્ટોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (6)બહુચરાજી ડ્રાયફ્રૂટ -લાઇસન્સ બાબતે નોટિસ (7)શ્રી બંસીધર ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ (8)નીલકંઠ પ્રોવિઝન સ્ટોર-લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  તથા (9) ઉમિયાજી ફરસાણ (10) દાવત ફેમિલી રેસ્ટોરન્ટ (11)ઓરેન્જ રાધે આઇસક્રીમ (12)સેલ્વાસ સાઉથ (13)રેડ એપલ રેસ્ટોરન્ટ (14)સોમનાથ રેસ્ટોરન્ટ (15)મનમંદિર કોલ્ડ્રિંક્સની  સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગુરૂપ્રસાદ ચોક-કૃષ્ણનગર મેઇન રોડ ના વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 18 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં, ફરસાણ, આઇસક્રીમ, મીઠાઇ તથા ઉપયોગ માં લેવાતા ખાધ્ય તેલ વગેરેના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here