યુક્રેન યુધ્ધના પગલે સુરતમાં અઢી લાખ રત્નકલાકારો કામ વિહોણા

યુક્રેન યુધ્ધના પગલે સુરતમાં અઢી લાખ રત્નકલાકારો કામ વિહોણા
યુક્રેન યુધ્ધના પગલે સુરતમાં અઢી લાખ રત્નકલાકારો કામ વિહોણા
અમેરિકાએ રશિયાની સૌથી મોટી હીરા ખાણ કંપની અલરોશા પર પ્રતિબંધ મુકયો હોવાથી રશિયાના કાચા હીરાનો પુરવઠો મળવાનું બંધ થઇ જતા સુરતના વિશ્ર્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગના અઢી લાખ કારીગરોને અચાનક રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પરિણામે હીરા ઉદ્યોગ ઉપર નભતા સુરતના અને આસપાસના હજારો પરિવારો સંકટમાં મુકાઇ ગયા છેસુરતમાં આવતા રશિયાના કાચા હીરાનો પુરવઠો ખલાસ થઇ ગયો છે. નવો મળી શકે તેમ નથી કેમ કે, અમેરિકાએ પ્રતિબંધ લાગુ કરી દીધા છે એટલે સુરતના હીરા ઉદ્યોગ માટે જરૂરી રશિયાના કાચા હીરાનો પુરવઠો મળતો બંધ થઇ ગયો છે. ભારતમાંથી મોટાભાગના હીરાની ખરીદી અમેરિકા કરે છે એટલે ભારતીય નિકાસકારો કોઇ જોખમ લેવા માંગતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે કામના દિવસો અને કલાકો ઘટાડીને એક સાથે અઢી લાખ હિરા ધસુ કારીગરોને 15 દિવસની રજા પર ઉતરી જવાની ફરજ પાડી દેવામાં આવી છે. હીરાઘસુ કામદાર સંઘના પ્રદેશ કક્ષાના પ્રમુખ રમેશ જીગરીયાએ જણાવ્યું હતું કે, કામદારોને રજા પર ઉતારી દેવાયા છે પણ એમને એ દિવસો દરમ્યાન કોઇ વેતન આપવામાં નહીં આવે. રત્નકલાકારોને બેકાર બની જવાનો ડર સતાવી રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગ પર 10 લાખ કારીગરો રોજીરોટી મેળવે છે. જેમાં અન્ય સ્ટાફનો પણ સમાવેશ થાય છે.જેમ એન્ડ જવેલરી ર્ફોમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપપ્રમુખ વિપુલ શાહે જણાવ્યું હતું કે, ભારતનો સમગ્ર હિરા ઉદ્યોગ કાચા હિરાની 100 ટકા આયાત પર જ આધારીત છે. બાકી કાચા માલની તંગી થાય તો ઉદ્યોગ પર ધણી અસર પડે છે અને ઘણા લોકો રોજગારી પણ ગુમાવે છે.

Read About Weather here

રશિયાની કંપની પાસેથી 30 ટકાથી વધુ કાચા હિરાનો માલ સીધો સુરત આવે છે. જયારે અન્ય દેશોમાં રશિયાની કંપની દ્વારા મોકલાતો કાચા હિરાનો પુરવઠો પણ છેવટે તો કટીંગ અને પોલીસીંગ માટે સુરતમાં જ આવે છે. હવે કાચા માલની તંગીને કારણે ઉત્પાદન પર ગંભીર અસર પડે છે અને ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે. હીરાઘસુ યુનીયને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી હીરાધસુ કારીગરોને નાણાંકીય સહાય આપવાની માંગણી કરી છે. યુનિયને કહ્યું છે કે, સુરત, નવસારી, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં 20 લાખ જેટલા રત્નકલાકારો છે, એ બધાની રોજી રોટી છીનવાઇ જવાનો ડર ઉભો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here