સૌરષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં મેઘમહેર

સૌરષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં મેઘમહેર
સૌરષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં મેઘમહેર
સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અમરેલી અને ભાવનગર જિલ્લામાં 0॥ થી પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પોણા બે ઇંચ ઉમરાળામાં એક ઇંચ જ્યારે પાલીતાણા અને ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

]Visit Saurashtra Kranti Homepage here

ગોહિલવાડ પંથકમાં છુટા છવાયા ઝાપટાથી લઈ અડધાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘ સવારી ચાલુ રહી છે.આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં 24 મી.મી. ગારીયાધારમાં 13 મી.મી.જેસરમાં 3 મી.મી. પાલીતાણામાં 19 મી.મી. ભાવનગર શહેરમાં 13 મી.મી. મહુવામાં 2 મી.મી. અને વલભીપુરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કયાંકને કયાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે સવારે જિલ્લાના ગીરકાંઠા તરીકે ઓળખાતા ખાંભા ગીરના ગ્રામીણ પંથકમાં વરસાદ શરૂ થયો હતો તો બપોરના સમયે અમરેલી તથા સાવરકુંડલા, કુંકાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી જતા ખેતરોમાં લહેરાતી મોલાત ઉપર વરસાદ કાચા સોના સમાન હોય ખેડૂતોમાં હરખ જોવા મળી રહયો છે.

Read Saurashtra Kranti E-Paper here

અમરેલી જિલ્લાનાં અમરેલી, રાજુલા, જાફરાબાદ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કયાંકને કયાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે સવારે અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદનું આગમન થતાં જિલ્લાના ગીરકાંઠા તરીકે ઓળખાતા ખાંભા ગીરના ગ્રામીણ, ખાંભા ગીરના નાનુડી, ઉમરીયા, તાતણીયા તથા આજુબાજુ સહિતના ગામડાઓમાં તથા બપોરના સમયે અમરેલી તથા સાવરકુંડલા, કુંકાવાવ પંથકમાંવરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદ ખેતરોમાં લહેરાતી મોલાત ઉપર કાચા સોના સમાન હોય ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here