સોમનાથની એક ખાનગી હોટલમાં એરકન્ડિશનર ફાટતા આગ લાગી

સોમનાથની એક ખાનગી હોટલમાં એરકન્ડિશનર ફાટતા આગ લાગી
સોમનાથની એક ખાનગી હોટલમાં એરકન્ડિશનર ફાટતા આગ લાગી
તાલુકાશાળા પાસે આવેલી નાનકડી ગલીમાં ખાનગી હોટલના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ બાબતની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા જવાનોએ દોડી આવી આગને કાબૂમાં લેવા પ્રયાસો આદરી માંડ માંડ આગ કાબૂમાં લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વધુ વિગત મુજબ તાલુકાશાળા પાસે આવેલી હોટલ શિવદર્શનમાં ત્રીજા માળે એરકન્ડિશનર ફાટતા ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ધુમાડાઓ સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ.જેથી હોટલમાં અને આસપાસના લતામાં નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ પાલિકા મહિલા પ્રમુખ પલ્લવીબેન જાની, સદસ્યા રાજુ ગઢિયા અને અન્ય આગેવાનો દોડી ગયા હતા. ફાયરબ્રિગેડને જાણ કરતા આ ટીમ આવી પહોંચી હતી. પણ મુખ્ય સમસ્યા એ થઈ હતી કે હોટલ સાંકડી ગલીમાં હોવાથી ફાયરબ્રિગેડનો પાણી ભરેલો બંબો ગલીમાં પ્રવેશી શકે એમ ન હતો. આમ છતા ફાયરના જવાનો ત્રીજા માળે પહોંચી ગયા હતા. બાથરૂમના પાણીનો ઉપયોગ કરી  તેમજ જવલનશીલ પદાર્થો દુર કરી આગનું શમન કરવા લાગી ગયા હતા. ખુબજ પ્રયાસોના અંતે  આગ શાંત થઈ હતી. 

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here