સી-પ્લેન સેવા બંધ…!

સી-પ્લેન સેવા બંધ…!
સી-પ્લેન સેવા બંધ…!
રાજય સરકારે આ સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો પણ ઉપયોગ વધે પણ આ સેવામાં સતત વિધ્ન આવ્યા બાદ અને વારંવાર આ સેવા બંધ કરવી પડી હોવાથી હવે રાજય સરકારે સી-પ્લેન પ્રોજેકટને જ હાલ હોલ્ડ પર મુકી દીધો છે. દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસ લઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદની સાબરમતી રીવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે પ્રશ્ન છે. રાજય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યુ કે રાજય સરકારે રૂા.7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો છે. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચ તથા સહેલાણી નહી મળતા હોવાના સર્વે બાદ આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી.

Read About Weather here

જેમાં એકથી વધુ કારણ છે કોઈ ખાનગી ઓપરેટર આ સેવા માટે તૈયાર નથી. જેમાં મુખ્ય કારણ આ સેવાનો સંચાલન ખર્ચ ખૂબ જ ઉંચો આવે છે અને તેથી તે દરેક વર્ગ કે એક ખાસ વર્ગને પણ પોષાય તેવી નથી. બે વર્ષ પુર્વે 31 ઓકટો.ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો પણ સી પ્લેન સેવા એપ્રિલ 2021માં બંધ કરી દેવામાં આવી હતી.આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here