શૌર્યએ છક્કો મારીને ગોહિલવાડને જીતાડી

શૌર્યએ છક્કો મારીને ગોહિલવાડને જીતાડી
શૌર્યએ છક્કો મારીને ગોહિલવાડને જીતાડી
આ વેળાએ ગોહિલવાડને જીત માટે બે બોલમાં છ રનની જરૂર હતી ત્યારે ક્રિઝ પર ઉભેલા શૌર્ય સાણંદીયાએ છગ્ગો લગાવી ટીમને જીત અપાવી દેતાં ટૂર્નામેન્ટમાં ગોહિલવાડની સતત બીજી જીત થઈ છે તો સોરઠની ટૂર્નામેન્ટમાં બીજી હાર થવા પામી છે. આ મેચમાં સોરઠ લાયન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 109 રન બનાવ્યા હતા. સોરઠ વતી સૌથી વધુ રન રિશિ પટેલે બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાયેલી લો-સ્કોરિંગ મેચ હાઈવોલ્ટેજ બની રહેવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શૌર્યએ છક્કો મારીને ગોહિલવાડને જીતાડી ગોહિલવાડ

આ મેચમાં સોરઠ લાયન્સે આપેલા 110 રનના સરળ કહી શકાય તેવા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગોહિલવાડને પણ લોઢાના ચણા ચાવવા પડ્યા હોય તેવી રીતે 19.4 ઓવરમાં 7 વિકેટે 104 રન બનાવી શક્યું હતું.તેણે 20 બોલમાં બે ચોગ્ગાની મદદથી 23 રનનું યોગદાન આપ્યું હતું.આ ઉપરાંત કેપ્ટન ચિરાગ જાનીએ પણ 20 રન બનાવ્યા હતા. બોલિંગમાં ગોહિલવાડ વતી સ્પીનર કુલદીપ યાદવે 4 ઓવરમાં 15 રન આપી 4, શૌર્ય સાણંદીયાએ 3 ઓવરમાં 19 રન આપી 3 અને ફેનીલ સોનીએ એક વિકેટ ખેડવી હતી.સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પીચ બેટર્સને યારી આપનારી ગણાય છે તેને જોતાં ગોહિલવાડ માટે સોરઠ દ્વારા અપાયેલો 110 રનનો લક્ષ્યાંક સરળતાથી ચેઈઝ થશે તેવું લાગતું હતું પરંતુ આ ધારણા સદંતર ઉંધી પડી હતી.

શૌર્યએ છક્કો મારીને ગોહિલવાડને જીતાડી ગોહિલવાડ

સોરઠની વેધક બોલિંગ સામે ગોહિલવાડના બેટર્સે પણ ખાસ્સી મહેનત મશ્ક્કત કરવી પડી હતી. અંતે ગોહિલવાડે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 110 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આ બન્નેને એસસીએની એપેક્સ કાઉન્સીલના મેમ્બર મહેશભાઈ કોટેચા અને એસસીએના સિનિયર મેમ્બર રાજેન્દ્રભાઈ સંઘવીના હસ્તે ચેક એનાયત કરવામાં આવ્યો હતો. સોરઠ-ગોહિલવાડ વચ્ચેની મેચમાં રેફરી તરીકે અલ્તાફ મર્ચન્ટ, અમ્પાયર તરીકે ભાવેશ પટેલ, શૌકત ખોરમ, થર્ડ અમ્પાયર તરીકે પિયુષ ખખ્ખર અને સ્કોરર્સ તરીકે હેમાલી દેસાઈ-સેજલ દવે મહેતાએ જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

ગોહિલવાડ વતી નિહાર વાઘેલાએ 35 બોલમાં 27, રક્ષિત મહેતાએ 34 બોલમાં 25 તો કુલદીપ રાવલે 12 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા. બોલિંગમાં સોરઠ વતી દેવાંગ કરમટાએ 3.5 ઓવરમાં 25 રન આપી બે, સોનુ બાથમ, રિશી પટેલ અને જય ચૌહાણે એક-એક વિકેટ મેળવી હતી. આ મેચમાં કુલદીપ રાવલ અને શૌર્ય સાણંદીયા બન્નેએ ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું હોવાથી બન્નેને સંયુક્ત રીતે મેન ઑફ ધ મેચથી નવાજવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here