શિક્ષિકાની દર્દનાક મોત

શિક્ષિકાની દર્દનાક મોત
શિક્ષિકાની દર્દનાક મોત
સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં એક ખાનગી સ્કૂલની શિક્ષિકા બબીનાને એક ટ્રક કચડી નાંખે છે. હરિયાણાના મૂનકમાં એક મહિલા શિક્ષકના કરુણ અકસ્માતના CCTV બહાર આવ્યા છે. તે બસ અને ટ્રકની વચ્ચે ફંસાઈ ગઈ હતી. દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું, આ સિવાય તે જે સ્કૂટી પર જઈ રહી હતી, તે પણ સળગી ગયું હતું.જાખ મંડીની રાજકીય સ્કુલમાં કાર્યરત સંદીપ કુમારની પત્ની બબીના હમીરગઢની એક ખાનગી સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. તે સ્કુલ પુરી થઈ ગયા પછીથી પોતાના સ્કુટી પર ઘરે જઈ રહી હતી. મૂનકના તાલિબ ચોકની પાસેના પાતડા રોડ પર તે સ્કુલની સાઈડમાંથી પસાર થઈ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન પાછળથી આવેલી એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી. તેના કારણે બબીના સ્કૂટી સાથે ઘટના સ્થળે પડી જાય છે અને તે પછીથી સ્કૂટીમાં આગ લાગે છે.આસપાસના લોકો સ્કુટીમાં લાગેલી આગ પર કાબુ મળેવવાનો પ્રયત્ન કરે છે, થોડીવારમાં જ તે સંપૂર્ણ રીતે સળગી જાય છે. શિક્ષકાને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરે છે. મૃતકને એક ચાર વર્ષનો છોકરો છે.

Read About Weather here

સ્કુટી ચલાવી રહેલી બબીના સ્કુટીથી થોડે દૂર ઉછળીને પડી હતી. તેના કારણે તે દાઝી જતા બચી ગઈ હતી. જોકે તે મોતને હાથ તાળી આપવામાં નિષ્ફળ રહી હતી. દુર્ઘટના પછીથી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ડીસીપી મનોજ કુમારે જણાવ્યું કે કેસ નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડ્રાઈવરની ઝડપથી ધરપકડ કરવામાં આવશે.તાલિબ ચોકની પાસે થયેલી આ દુર્ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રકે પાછળથી સ્કુટીને ટક્કર મારી છે. ટક્કર વાગતાની સાથે જ સ્કુટી જમીન પર પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here