ચોરીની શંકામાં યુવકને લોકોએ ઢોરમાર માર્યો

ચોરીની શંકામાં યુવકને લોકોએ ઢોરમાર માર્યો
ચોરીની શંકામાં યુવકને લોકોએ ઢોરમાર માર્યો
લોકો પહેલાં તેને બેસાડીને લાકડી-ડંડાથી મારી રહ્યાં છે. પછી ઊંધો કરીને ડંડાનો વરસાદ કરી દે છે. બિહારના મુઝફ્ફરપુરમાં ચોરીના આરોપમાં એક યુવકને લોકોએ ઢોરમાર મારી અધમુવો કરી દીધો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક મંદિર પરિસરમાં જોવા મળે છે. સમગ્ર વીડિયોમાં આરોપી યુવક તેને છોડવાની વિનંતી કરતો જોવા મળે છે.આ મામલો જિલ્લાના મિઠનપુરા પોલીસ સ્ટેશન સ્થિત રામબાગના એક મંદિરનો છે. આરોપ છે કે યુવક ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો, જેને ભીડે પકડી લીધો હતો. તેને બંધક બનાવીને સેંકડો ડંડા ફટકારવામાં આવ્યા. જ્યારે તે લોહીલુહાણ થઈ ગયો તે પછી તેને પોલીસને સોંપવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે 5-6 યુવક હાથમાં વાંસના ડંડા લઈને યુવકને માર મારી રહ્યાં છે. આરોપી મંદિર પરિસરમાં જમીન પર બેઠેલો છે. તેના મોઢા પરથી લોહી નીકળે છે. તે હાથ જોડીને છોડી મુકવાની ભીખ માગતો જોવા મળે છે, પરંતુ આક્રોશિત ભીડે તેને સજા દેવાના મક્કમ ઈરાદા સાથે માર મારી રહી હતી.તેને સેંકડો ડંડા ફટકારવામાં આવ્યા. આરોપી બીજી વખત આવી ભૂલ નહીં કરે તેમ જણાવતો રહ્યો. વીડિયોમાં સંભળાઈ રહ્યું છે કે તે ઘરે જવાની વિનંતી કરતો હતો. પરંતુ ભીડમાંથી એક યુવક કહે છે કે તેને પોલીસ સ્ટેશન લઈ જાવ. આ સમગ્ર ઘટનાક્રમનો ત્યાં હાજર કોઈએ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો.

Read About Weather here

જે પછી આ વીડિયો ઘણો જ શેર થઈ રહ્યો છે.પોલીસ અધિકારી શ્રીકાંત પ્રસાદે જણાવ્યું કે મંદિરમાં ચોરી કરવાના આરોપમાં એક યુવકને લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો છે. તેની પૂછપરછ કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે, આ પૂછપરછના આધારે તેને જેલ મોકલવામાં આવશે. આ મામલે મંદિર પ્રબંધન સ્તરે કોઈ જ જાણકારી નથી આપવામાં આવી. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આરોપી સાંજના સમયે મંદિરમાં ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. તે દાન પેટી પાસે જ હતો, તેમાંથી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે લોકોની નજર તેના પર પડી. તેને પકડી લેવામાં આવ્યો. જે બાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો.આરોપી વારંવાર પોતાનું નામ અને એડ્રેસ બદલી રહ્યો છે. ક્યારેક દરભંગા તો ક્યારે બગહાનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો છે. જો કે પોલીસે પોતાની રીતે તપાસ કરતા જાણકારી મળી છે કે તે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here