રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાઈ

રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાઈ
રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાઈ
રાજકોટમાં બોગસ નિમણૂંક પત્રોના આધારે એલઆરડીમાં ભરતી થવાના કૌભાંડમાં પકડાયેલા ૧૪ આરોપીઓએ કરેલી જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.ડી. સુથારે નામંજૂર કરી છે. આ કેસની હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મુખ્ય સૂત્રધાર સહિતનાં ઘણા આરોપીઓ હજુ પકડાયા નથી.

Visit Saurashtra Kranti Homepage here

જેની જામીન અરજી નામંજૂર થઇ છે તેવા આરોપીઓમાં ભાવેશ ગોબરભાઈ ચાવડા, બાલાભાઈ ગોબરભાઈ ચાવડા, ધીરાભાઈ ગોવિંદભાઈ ખોરાણી, રમેશ દેવશીભાઈ ઓળકીયા, શૈલેષ દિનેશભાઈ નાગડકીયા, હિતેશ જેન્તીભાઈ કુકડીયા, રવિ હરિભાઈ રોજાસરા, હરદીશ નાજાભાઇ વાઘેલા, બહાદુર કાન્તિભાઈ સોરાણી, દિનેશ ગગજીભાઈ માલકીયા, વિપુલ દાહભાઈ હાડા, વિપુલ હિરાભાઈ રોજાસરા, રાજેશ ભીખાભાઇ રોજાસરા અને ઘનશ્યામ શંભુભાઈ માનલોકીયાનો સમાવેશ થાય છે.

Read Saurashtra Kranti E-Paper here

આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આ ગુનામાં અમુક આરોપી ખોટા દસ્તાવેજો બનાવનાર છે. અમુક વેપારીઓ પૈસા ઉઘરાવનાર છે. જ્યારે અમુક આરોપીઓ નાપાસ થયેલા ઉમેદવારો છે. આ રીતે કોઇપણ કેટેગરીના આરોપી નિર્દોષ નથી. જે ઉમેદવારો નાપાસ થયા હતા તેઓ પૈસા આપીને લાયક ઉમેદવારોના હક્કો છીનવીને પૈસાના જોરે લાભ મેળવી લેવાના ગુનાઇત ઇરાદાવાળા છે. પોલીસ તપાસના પ્રાથમિક તબક્કે કોઇપણ આરોપી નિર્દોષ હોવાનો કોઇપણ પૂરાવો રજૂ કરી શક્યા ન હોય ત્યારે જામીન મેળવવા માટે લાયક બનતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here