માનતા પૂરી કરવા માટે પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને ગરબા રમે છે…!

માનતા પૂરી કરવા માટે પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને ગરબા રમે છે…!
માનતા પૂરી કરવા માટે પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને ગરબા રમે છે…!
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમના દિવસે રાત્રે મહિલાનાં કપડાં પહેરી ગરબા રમે છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીંના લોકો માતા સામે માનતા રાખે છે. જે પૂર્ણ થતા ગરબે ઘુમવા લોકો આવતા હોય છે. આ પરંપરા અહીંના સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકોએ આજના આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે. ­­

નવરાત્રિમાં ઠેર ઠેર અલગ અલગ પ્રકારના ગરબાનું રમઝટ જામે છે. લોકો જાતજાતના પોશાકમાં ગરબા રમે છે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક પોળમાં પુરુષો વર્ષોથી સ્ત્રીઓનો પોશાક પહેરી ગરબા રમીને માનેલી માનતા પુરી કરે છે.

વિક્રમ સંવત 1872ની ભાદરવા વદ ચોથના દિવસે હરિસિંગ બારોટના પત્ની સદુબા માથું આપીને સતી થયા હતા. તે સમયમાં પેશ્વાઓ એટલે કે મરાઠાનું રાજ ચાલતું હતું. કોટ વિસ્તારમાં ભાટવાડા પાસે સદુબાના લગ્ન થયા હતા.

ભાટવાડામાં બારોટનો વાસ હતો. જેથી બારોટ મહિલાઓ સાથે સદુબા પણ લગ્ન બાદ પાણી ભરવા માટે જતા હતા. એકવાર ઔતમ નામના વ્યક્તિ તેમને પાણી ભરતા પગની પાની જોઈ ગયા હતા.

બારોટની સ્ત્રીઓ મર્યાદા અને મુખને પડદામાં રાખતી હતી અને તે સમયે મુખ ન દેખાય તે રીતે લાજ પણ કાઢવામાં આવતી હતી. એટલે ઔતમે પગની પાની ઉપરથી તારણ કાઢ્યું કે, આ સ્ત્રીના પગ આવા હશે તો તે કેટલી સ્વરૂપવાન હશે.

આ વાત ભદ્ર કિલ્લા જઈ રાજાને કરી અને કહ્યું કે, કોટ વિસ્તારમાં એક સ્ત્રી છે તે ખૂબ જ સ્વરૂપવાન છે. જે આપના કિલ્લામાં શોભે એવી છે. જેથી રાજાએ પોતાના સિપાહીને ભાટવાડે જવાના આદેશ કર્યા અને બારોટજીને તેડું મોકલ્યું.

તે સમયે બારોટ સમાજ ભદ્ર ગયા અને ત્યાં રાજાએ સદુબાની માંગ કરી હતી. પરંતુ બારોટો ભાટવાડ પરત કર્યા અને સમાજની ઈજ્જત જશે તેવું વિચારવા લાગ્યા હતા.

રાજાને કોઇ પ્રત્યુત્તર ન મળતા બારોટ સમાજ સાથે જંગ લડવાનું નક્કી કર્યું. તેની વાત સદુબા સુધી પહોંચી અને સદુબા પણ અચંબામાં મુકાઈ ગયા હતા.

ત્યારબાદ સદુબાએ તેમના પતિ હરિસંગ ને કહ્યું કે, મારા કારણે જો આ થતું હોય તો તમે મને મૃત્યુ આપો મારું માથું કાપો પણ કોઈ પતિ પોતાની પત્નીનું માથું ના કાપી શકે.

સદુબા તેમને સોગંદ આપી કહ્યું કે, મારું માથું કાપી દો જેથી હરિસંગે તલવાર હાથમાં લઈ સદુબાના મસ્તક પર મારી પણ તે સમયે હરિસંગનો હાથ કંપાયો એટલે કે ધ્રુજી જતા માથું થોડું રહી ગયું અને લટકી પડ્યું હતું.

ત્યારે બાજુમાં રહેલી ભાણેજની તલવાર આપી હરિસંગએ કહ્યું કે, મારાથી આ થઈ નહીં શકે જેથી બાજુમાં રહેલા ભાણેજે તલવાર કાઢીને બીજો ઘા કર્યો હતો, ત્યારે સદુબાએ શ્રાપ આપતા કહ્યું કે, તમે તો મારું મોત પણ બગાડ્યું.

ત્યારબાદ સમય જતાં સદુબાના પરચા મળતા બારોટ સમાજ ચિંતામાં મૂકાઇ ગયો હતો. જેથી આ શ્રાપથી મુક્તિ પામવા બારોટોએ સતી સદુમતીની માફી માંગી અને કહ્યું કે, અમે હરિસિંગની આ ભૂલના બદલે ઘાઘરો પહેરીશું.

સદુ માતાએ પરવાનગી આપ્યાના બીજા વર્ષેથી જ નવરાત્રીમાં દર આઠમના દિવસે પુરુષો અહીં ઘાઘરા પહેરી ભવાઈ કરે છે. આમાં તેમની પત્નીઓ જ તેમની મદદ કરે છે.

શાસ્ત્રકાર વર્ણન પ્રમાણે લખવામાં આવ્યું છે કે, 300થી વધુ બારોટોએ રાજાના સૈન્ય સાથે લડાઈ કરી અને શહીદ થઈ ગયા હતા. જેથી અન્ય બારોટ ગભરાઈ ગયા અને સામે રાજાનું મોટું સન્ય જોઈએ છુપાઈ ગયા હતા.

તે સમયે સદુબાને સત ચડ્યું અને તેમની સ્તનપાન કરતી દીકરીને છુટ્ટી ફેંકી જેથી તે દેવલોક પામી અને ત્યાં ને ત્યાં તેમનો ફૂલોનો ઢગલો થઈ ગયો હતો

પોળના લોકોનું માનવું છે કે, સદુ માતા માતાજીના ભક્ત હતા અને વર્ષોથી તેઓએ અનેક પરચા આપ્યા છે. જેથી આ પરંપરા આજ દિવસ સુધી આગળ ધપી રહી છે. સ્થાનિક કિરીટભાઈ બારોટે જણાવ્યું હતું

કે વર્ષથી જે પ્રમાણે પુરુષ સ્ત્રીના વેશમાં ગરબા રમીને પોતાની માનતા પૂરી કરે છે તે પ્રમાણે આ વર્ષે પણ અનેક પુરુષ આજે સ્ત્રીના વેશમાં આવ્યા છે અને ગરબા રમી રહ્યા છે.

Read About Weather here

વર્ષથી ચાલતી આ પરંપરા માં કોઈ પણ વ્યક્તિ માનતા રાખી શકે છે અને 1 રૂપિયાથી પોતાની ઈચ્છા પ્રમાણે માનતા રાખી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here