મહેસુલ વિભાગમાં બદલી કા મૌસમ: 134 અધિકારી બદલાયા; 33ને પોસ્ટિંગ

મહેસુલ વિભાગમાં બદલી કા મૌસમ: 134 અધિકારી બદલાયા; 33ને પોસ્ટિંગ
મહેસુલ વિભાગમાં બદલી કા મૌસમ: 134 અધિકારી બદલાયા; 33ને પોસ્ટિંગ

ડેપ્યુટી કલેકટર કેડરના રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 44 અધિકારીઓની બદલી: જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ સહિત લગભગ તમામ જિલ્લાઓમાંથી અધિકારીઓને બદલાવાયા
રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સિધ્ધાર્થ ગઢવી, ગોંડલના આલ, જસદણના પ્રિયાંકકુમાર, ડેપ્યુટી ડીડીઓ, પટેલ-ગોંડલિયા, પુરવઠા અધિકારી મંગુડા, સ્ટેમ્પ ડયુટી ડેપ્યુટી કલેકટર પૂજા જોટાંગિયાની બદલી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા મહેસુલી વિભાગમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના 44 સહિત 134 ડેપ્યુટી કલેકટર કેડરના અધિકારીઓની એકસામટી બદલી કરવામાં આવી છે. 2019ની બેચના જીએએસ કેડરના 33 અધિકારીઓને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યા છે.રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસન બાદ મહેસુલ વિભાગમાં આ સૌથી મોટી બદલી ગણવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં રાજ્યના લગભગ તમામે તમામ જિલ્લાના અધિકારીઓને એકથી બીજા જિલ્લામાં બદલાવવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, મોરબી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના અધિકારીઓને લાગેવળગે છે ત્યાં સુધી જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાને વિસાવદરના પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે 2019ના જીએએસ અધિકારી કુ.અવનીને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ સિટી-1ના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીને પાલીતાણા પ્રાંત અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમના સ્થાને મુંદ્રાના પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીને મુકવામાં આવ્યા છે.

રાજકોટ સિટી-2 પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને સિધ્ધપુરના પ્રાંત અધિકારી બનાવવામાં આવ્યા છે તેમના સ્થાને પાલીતાણાના પ્રાંત અધિકારી સંદીપ જમોને મુકવામાં આવ્યા છે. ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલને ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. જસદણના પ્રાંત અધિકારી પ્રિયાંકકુમારની ચોટીલા પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

Read About Weather here

રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિતુલ પટેલની અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ જ રીતે નિર્ભય ગોંડલિયાને રાધનપુરના પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. રાજકોટના સ્ટેમ્પ ડયુટી વિભાગના ડેપ્યુટી કલેકટર પૂજા જોટાંગીયાની ધારી પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટમાં મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર તરીકે આણંદના ડેપ્યુટી કલેકટર પી.વી. ગોંડલિયાની નિયુક્તિ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here