રાજકોટમાં ફરી એક વખત ‘રાજકીય જમણવાર’ની ચોતરફ પ્રસરતી સોડમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ટોચના પક્ષના કેટલાક આગેવાનો દ્વારા અને પક્ષમાં મહત્વનું સ્થાન મેળવવાના આશાવાદી કાર્યકરો દ્વારા ઠેરઠેર યોજાઇ રહયા છે જમણવાર: લોક સંપર્કની સાથે સાથે વગ વધારવાનો પણ પ્રયાસ; કેટલાકના ચહેરા પર અત્યારથી કશુક મહત્વનું મળી ગયાની જોવા મળતી ખુશાલીની ઝલક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રીતે કદ વધારવા માટે અને કશુક મહત્વનું મેળવવા માટે તલપાપડ એવા આશાવાનો દ્વારા જુની અને જાણીતી જઠ્ઠરથી હદય સુધી પહોંચવાની જાણીતી અને નિવડેલી રીતરસમનો આશરો લેવામાં આવી રહયો છે. શહેરમાં ઠેકઠેકાણે આવા રાજકીય આશાવાદી પ્રેરીત ચોક્કસ પહોંચતા પક્ષના નેતાઓ અને અગ્રીમ કાર્યકરો દ્વારા જમણવારો યોજવામાં આવી રહયા છે. જેની સુગંધ અને સોડમ શહેરના ખુણે ખુણે પ્રસરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જકારણમાં હંમેશા વગવસીલો વધારવા અથવા તો ધારેલી મનજીલ પર પહોંચવા માટે ડિનર ડિપ્લોમશી કારગર ઉપાય સમાન સાબિત થતી રહી છે. જેનો આશાવાદીઓ વધુ એક વખત આશરો લઇ રહયા છે. લોક સંપર્કની સાથે સાથે સાથી કાર્યકર ગણમાં નામના વધે, લોકપ્રિયતા વધે અને એક ચોક્કસ શકિત કેન્દ્ર તથા જૂથ ઉભુ કરી શકાય એવા હેતુથી યોજાતા રાજકીય જમણવારો રાજકોટમાં રાજકારણ માટે નવી વાત નથી.

વિધાનસભાની ચૂંટણીઓ હવે લગભગ દરવાજે આવી ગઇ છે ત્યારે રાજકીય મહત્વકાંક્ષાઓ પણ સુનામી બનીને ઉછાળા મારવા લાગી છે. કેટલાકને રાજકીય રીતે થયેલી અવગણનાના પડદામાંથી બહાર આવવું છે તો કેટલાકને વગવસીલો વધારી રાજકીય રીતે સત્તાના કેન્દ્રમાં વધુ ઉંચી સિધ્ધીના શિખરો સર કરવાની કાલાવેલી જાગી ઉઠી છે. દરેકનું પોતાનું એક રાજકીય લક્ષ્યાંક હોય છે. એક ચોક્કસ સ્થાન સુધી પહોંચવાની આશા રાખીને જ વ્યકિત રાજકારણમાં આવતી હોય છે.

વાની સાથે મેવાની ભાવના રાખવી જરૂરી હોય છે અને એ આધુનિક રાજકારણનો મંત્ર પણ બન્યો છે. પરંતુ એ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે પોતાની જાતને મોવડિઓની નજરમાં પ્રસ્થાપીક કરવાની હોય છે અને એ માટેનો એક સર્વોત્મ ઉપાય ડિનર ડિપ્લો મશી છે. જમણવારનો આ રાજકારણ ધણા લોકોને રાજકારણની વૈતરણી પાર કરાવવામાં ખુબ જ મદદ રૂપ થયું છે.

Read About Weather here

એ લક્ષ્યમાં રાખીને રાજકીય મહત્વકાંક્ષીઓ જોરશોરથી જમણવારના રાજકારણમાં આશરો લેવામાં પાછી પાની કરી રહયા નથી. જોઇએ આ પ્રક્રિયા કોની કેટલી મહત્વ કાંક્ષા પરીપુર્ણ કરશે અને કેટલાના રાજકીય મેદાનમાં સચોટ ગોલ થઇ શકશે એ આવનારો સમય બતાવશે. પેટ પુજા થકી મતની પુજા કરવાનો આ વ્યાયામ ધણાને ખુબ જ ફળ્યો છે. તો ધણાને પાછા પણ પાડી દીધા છે. સવાલ વ્યકિતના ઇરાદા અને નિષ્ઠાનો પણ હોય છે. એ બધા પરિબળોનો સરવાળો થાય ત્યારે રાજકીય લક્ષ્યાંક પાર પાડી શકાતું હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here