હોટલોમાં પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપાયું

હોટલોમાં પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપાયું
હોટલોમાં પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપાયું

2400 લીટર પેટ્રોલીયમનો જથ્થો કબ્જે કરાયો: ચારની ધરપકડ

રાજકોટ ચોટીલા હાઇ-વે પરની બે હોટલો રેન્જ આઇજી સંદીપસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ અને સંગ્રહનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 2400 લીટર પેટ્રોલીયમનો જથ્થો કબ્જે કરી ચારની ધરપકડ કરી છે. વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇવે રોડ પર આવેલી શેર એ પંજાબ અને નાગરાજ હોટલમાં ગુપ્ત ટાંકો બનાવી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનું વેચાણ અને સંગ્રહ થતું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નાગરાજ હોટલના યુવરાજ કનુ ધાધલ અને શેર એ પંજાબ હોટલના રવુ ભોજભાઇ ધાધલની શોધખોળ હાથ ધરાઈ છે. હકીકત આધારે તુર્ત જ મોરબી વિભાગના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા વાંકાનેર તાલુકાના પીએસઆઈ પી.જી.પનારાને હકીકત વાળી જગ્યાએ મોકલી હોટલ ચેક કરાવતા 2400 લીટર જ્વલનશીલ પેટ્રોલીયમ જેની કિંમત રૂ.2.30 લાખ, 20 લાખની કિંમતનાબે ટ્રક, પાંચ લાખની કિંમતની એક કાર, 2 મોબાઇલ ફોન, હેન્ડ પમ્પ, મળી કુલ રૂ.27,41,200 નો મુદ્દામાલ કબ્જે કરી 6 આરોપી

Read About Weather here

સામે ચોટીલા પોલોસ મથકે આઈપીસી કલમ-278, 285, 114 તથા આવશ્યક ચીજવસ્તુઓના અધિનીયમ કલમ-3 અને 7 તથા પેટ્રોલીયમ અધિનીયમ કલમ- 3, 4, 23 મુજબ બે ગુના દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઈજી સંદીપ સિંહના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here