પાંચ લાખની લૂંટનો એસઓજીએ કલાકોમાં ભેદ ઉકેલ્યો: 2 બાળકિશોર સહિત 2ની ધરપકડ

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
શહેરના માયાણી ચોકથી આગળ રાજનગર ચોકથી ધરતી હોન્ડા તરફ જવાના રસ્તા પર ગઇકાલે જંતુનાશક દવાની ફેક્ટરીના કર્મચારીના એક્ટીવાને એક્ટીવા પર આવેલા ત્રણ લૂંટારૂઓએ આંતરી મારકુટ કરી એક્ટીવાની લૂંટ ચલાવી ભાગી ગયા હતાં. આ એક્ટીવાની ડેકીમાં રૂા. પાંચ લાખની રોકડ હતી. શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને માલવીયાનગર પોલીસ તેમજ પેરોલ ટીમોએ ગુનો ડિટેક્ટ કરવા દોડધામ આદરી હતી. દરમિયાન એસઓજીને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે બે બાળકિશોર સહિત બે આરોપીની ઓળખ મેળવી લીધી છે.વિગત એવી છે કે ઉદયનગર-1 શેરી નં. 10માં માધવ એપાર્ટમેન્ટ ફલેટ નં. 104માં રહેતો વિશાલ અનિલભાઇ ધોરેચા (સુથાર) (ઉ.30) આજી રીંગ રોડ પર કોઠારીયા ચોકડી સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા સુફલામ ક્રોપ્સ સાયન્સ નામના ખેતીવાડીની જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કંપનીના ડિરેક્ટર યોગેશભાઇ ગોધાણી છે. ગઇકાલે મંગળવારે સાંજે પોણા ચારેક વાગ્યે વિશાલ માયાણી ચોક પાસે બેકબોન શોપીંગ સેન્ટરમાં ધરતી પ્રિન્ટીંગમાં દવાની કંપનીની બોટલ પર લગાવવાના લેબલ લેવા ગયો હતો ત્યારે શેઠ યોગેશભાઇએ કરીને ઢેબર રોડ પ્લેનરી આર્કેડમાં આવેલી એન.આર. આંગડિયા પેઢીમાં પેમેન્ટ આવ્યું હોઇ તે લઇ આવવાનું કહ્યું હતું.વિશાલ ત્યાં ગયો હતો અને રૂા. 5 લાખનું પેમેન્ટ આવ્યું હોઇ તે લઇને એક્ટીવા જીજે03જેઇ-7099ની ડેકીમાં રાખીને ત્યાંથી ઢેબર રોડ બોમ્બે હોટેલથી વિજય પ્લોટ થઇ લક્ષ્મીનગર અન્ડર બ્રિજ થઇ રાજનગર ચોકથી આગળ હોન્ડા પાસે પોણા પાંચેક વાગ્યે પહોંચ્યો ત્યારે એક એક્ટીવા પર ત્રણ શખ્સો આવ્યા હતાં અને વિશાલને આતરી ઉભો રખાવ્યો હતો. એ પછી એક શખ્સે તેની સાથે કારણ વગર ઝઘડો ચાલુ કર્યો હતો અને બે ઝાપટ મારતાં તેના ચશ્મા પડી જતાં તે ચશ્મા લેવા નીચે નમતાં એક વ્યક્તિ તેનું એક્ટીવા ભાગી ગયો હતો. બીજા બે તેના પણ ભાગી ગયા હતાં. લૂંટાયેલા એક્ટીવાની ડેકીમાં પેઢીની પાંચ લાખની રોકડ પણ હતી.

Read About Weather here

બનાવની જાણ થતાં માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ સહિતની ટીમ દોડી ગઇ હતી. ક્રાઇમ બ્રાંચ એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, વી. ધોળા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા સહિતની ટીમ તેમજ પેરોલ ફરલોના બી. ટી. ગોહિલ અને તેમની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ઘટના સાચી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ લૂંટાયેલુ એકટીવા મવડી ઓવર બ્રીજ નીચેથી રેઢી મળી આવ્યું હતું.માલવીયાનગર પોલીસે વિશાલ ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા સામે આઇપીસી 394, 341, 114 મુજબ લૂંટનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા અને તેમની ટીમને કલાકોમાં સફળતા મળી ગઇ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહેન્દ્ર ઉર્ફ્ે લાલો ગીડા, ચીરાગ જાદવ અને બે બાળ કિશોરની ધરપકડ કરાઇ છે. એક્ટિીવા સહિતનો મુદામાલ જપ્ત કરવામાં અને 5 લાખની રીકવરી પણ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here