“ત્રિવેણી સંગમ કાર્યક્રમ હિન્દી હાસ્ય કવિ સંમેલન, સંગીત સંધ્યા, હસાયરાનું ભવ્ય આયોજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સરગમ ક્લબ આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં પથમ દિવસે તા.10 નાં રોજ વિશ્ર્વ વિખ્યાત કવિ વિશ્ર્વાસ દ્વારા કાવ્ય કળશ અને હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે. જેના કલાકારો સુરેન્દ્ર દુબે, મનવીર મધુર, શૈલેષ ગૌતમ, ખુશ્બુ શર્મા, કુશળ શુકવાહા દ્વારા રજુ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

મ્યુઝીકલ મેલોઝ પ્રસ્તુત સંગીત સંધ્યા તા.11નાં રાત્રીનાં 9 કલાકે યોજાશે. જેના કલાકારો રાજુ ત્રિવેદી, ગોવિંદ મિશ્રા (મુંબઈ), નાનુ ગુર્જર (મુંબઈ), રૈના લહેરી (મુંબઈ), મનીષ (મુંબઈ), નફીસ આનંદ (અમદાવાદ) દ્વારા રાજકોટની સંગીતપ્રેમી જનતાને પોતાના કંઠ દ્વારા સંગીતના સૂર રેલાવશે.

Read About Weather here

હસાયરો તા.12નાં રોજ રાત્રીનાં 9 કલાકે યોજાશે. જેના કલાકારો માયાભાઈ આહિર, ધીરૂભાઈ સરવૈયા, ગુણવંત ચુડાસમા પોતાના હાસ્યથી લોકોને હસાવશે.રાજકોટમાં યોજાનાર સરગમ ક્લબ આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં રાજકોટની જનતાને લાભ લેવા માટે સરગમ ક્લબનાં પ્રમુખ ડેલાવાળાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here