સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલ્ટો: અનેક સ્થળે વરસાદ, વીજળી પડતા બેના મોત

સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલ્ટો: અનેક સ્થળે વરસાદ, વીજળી પડતા બેના મોત
સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલ્ટો: અનેક સ્થળે વરસાદ, વીજળી પડતા બેના મોત
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન મૌસમનો મિજાજ એકદમ બદલાયો છે અને અમરેલી, સુરેન્દ્રનગર તથા ભાવનગર પંથકમાં ગઈરાતે તથા આજે બુધવારે સવારે વરસાદી ઝાપટાં પડ્યાનું નોંધાયું છે. અમરેલીમાં ધોધમાર થયાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો અને સમગ્ર પંથકમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.સૌરાષ્ટ્રમાં નૈઋત્યનાં ચોમાસાનો સંકેત આપતી પ્રિ-મોન્સુન એક્ટીવીટી શરૂ થઇ ગઈ હોવાનું દેખાઈ છે. રાજકોટમાં પણ બે દિવસથી આકાશમાં વાદળો ઉમટી આવે છે. અમરેલીમાં મંગળવાર એક ક્લાસ સુધી જોરદાર થવાથી રસ્તાઓ જાણે નદી બની ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અમરેલી પંથકનાં સાવરકુંડલા, વંડા, ઘોબા, શેલા વગેરે વિસ્તારોમાં જોરદાર ઝાપટાં વરસી ગયા હતા. પરિણામે શેલ નદીમાં પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં આજે જોરદાર વરસાદ પડ્યાનું નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તોફાની પવન સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુ બની ગયું લીંબડી અને મૂડીમાં પણ વરસાદ પડ્યો હતો. ભાવનગરનાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેસર તાલુકાનાં અનેક ગામોમાં વરસાદને પગલે લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. પરંતુ કેરી સહિતનાં ઉનાળુ પાકને ભારે નુકશાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Read About Weather here

ગુજરાતમાં પાટણ, રાધનપુર, મહેમદાવાદનાં આસપાસનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યાનાં અહેવાલો અમદાવાદમાં પણ મોડી સાંજે પવનનાં સુસવાટા સાથે ઝરમર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આવતીકાલ તા.8 જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની આગાહી થઇ છે. હજુ ચોમાસું બેઠું નથી. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી 24 કલાક બાદ ચોમાસું વાતાવરણ જામે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલ્ટો આવવા વીજળી પડવાની ઘટનાઓ પણ શરૂ થઇ ગઈ છે. આજે લીંબડી પાસેનાં નાની કઠેચી ગામે વીજળી પડતા એક યુવાનનું મોત થયાનું જાહેર થયું છે. આ ઘટનાનો વિડીયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here