નવા મહિલા મેયરનું કાલે પ્રથમ જનરલ બોર્ડ : નવી ટીમના જુસ્સાની અગ્નિપરીક્ષા!

નવા મહિલા મેયરનું કાલે પ્રથમ જનરલ બોર્ડ : નવી ટીમના જુસ્સાની અગ્નિપરીક્ષા!
નવા મહિલા મેયરનું કાલે પ્રથમ જનરલ બોર્ડ : નવી ટીમના જુસ્સાની અગ્નિપરીક્ષા!
રાજકોટ મહાપાલિકામાં વર્તમાન બોડીની બાકીની અઢી વર્ષની ટર્મ માટે નિમાયેલા નવા પદાધિકારીઓનું આવતીકાલે પ્રથમ જનરલ બોર્ડ છે. મહિલા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને બુધવારે સવારે 11 વાગ્યે બોર્ડનો પ્રારંભ થશે જેમાં સૌપ્રથમ પ્રશ્ન ભાજપના જ મહિલા કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળાનો આવાસ અને ઢોરની કામગીરીને લગતો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બોર્ડમાં ભાજપના 10 મહિલા સહિત 17 અને કોંગ્રેસના બે મળી કુલ 19 કોર્પોરેટરોએ 41 પ્રશ્ને પૂછયા છે.મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ એક સપ્તાહની રજા પર હોય, કાલે ડે.કમિશનર અનિલ ધામેલીયા તંત્ર વતી પ્રશ્નેના જવાબો આપશે. ચેરમેન જયમીન ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા સહિતની ટીમ તંત્ર પાસે જવાબ માંગનાર છે. જોકે શાસક પક્ષના પ્રશ્નેના જવાબ સરકારી માહિતી જેવા મોટા ભાગે રહે છે તો કોંગ્રેસના બે કોર્પોરેટરના સવાલ તો ક્રમમાં છેક 18 અને 19માં નંબર પર હોય, આ સહિતના મોટા ભાગના સભ્યોને લેખિતમાં જવાબ મળશે. આ બોર્ડના એજન્ડા પર ટ્રસ્ટને સ્મશાન માટેની જમીન, ભરતી અંગેના નિયમો સહિતની માત્ર ચાર દરખાસ્ત છે. તો ભાજપના 17 અને કોંગ્રેસના બે મળી કુલ 19 સભ્યોએ 41 પ્રશ્ને રજૂ કર્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

સૌ પહેલા જયોત્સનાબેન ટીલાળાએ હોકર્સ ઝોન, આવાસ યોજનામાં ખાલી કરાવાયેલા ભાડુતી આવાસો અને ઢોર પકકડ કામગીરી તથા નોંધણી અંગે ત્રણ પ્રશ્ન મુકયા છે. આ પ્રશ્નેતરીમાં કદાચ સૌપ્રથમ વખત ક્રમ નં. 1 થી 8 પર મહિલાઓના જ પ્રશ્ન છે. મીતલબેન લાઠીયાએ પાંચ વર્ષમાં નિર્માણ થયેલા આવાસ અને ટ્રાફિક ટ્રાન્સપોર્ટ શાખાની કામગીરી, પ્રીતિબેન દોશીએ પાંચ વર્ષમાં નવા બગીચા અને ફરવાના સ્થળ તથા સ્માર્ટ સીટી, આશાબેન ઉપાધ્યાયે મનપાને મળેલા એવોર્ડ અને રાત્રી સફાઇ અને પાંચમાં ક્રમે જયાબેન ડાંગરે પાંચ લાખથી મોટા ટેકસ બાકીદારો, તે વસુલાતની કામગીરી અંગેની વિગત માંગી છે. કોંગે્રસ સહિત કુલ 10 મહિલાઓના પ્રશ્ને સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here