ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાંથી જુગાર રમતા 23 શખ્સો જડપાયા

ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાંથી જુગાર રમતા 23 શખ્સો જડપાયા
ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાંથી જુગાર રમતા 23 શખ્સો જડપાયા
ખંભાળિયા પંથકમાંથી એલસીબી પોલીસ દ્વારા જુગાર અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર વડત્રા ગામે ગત સાંજે જુગાર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા શૈલેષ પીઠા જોગલ, દેવશી બોઘા ચાવડા, રાયદે પરબત ચાવડા, લખુ મેરુ ચાવડા, ગોવિંદ પરબત ચાવડા અને પરબત નગા ચાવડા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દરોડા દરમિયાન કરણા પુંજા કંડોરીયા, રામા કાના દલિત, લાખા સોમા દલિત, વેજાણંદ પબા આંબલીયા, રામા રાજશી ચાવડા અને પીઠા નાથા ચાવડા નામના છ શખ્સો ફરાર જાહેર થયા છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અને કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર ભોગાત ગામના સીમ વિસ્તારમાંથી પોલીસે વિજય ડાડુ કરમુર, દેવશી વીરા હાથલીયા, જગા રાજશી કરંગીયા અને અરસી ડાડુ કરમુર નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૃ.૪,૩૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ખીમાણંદ મેરામણ કંડોરીયા, હેમત અરસી કંડોરીયા અને ડાડુ કરસન કંડોરીયા નામના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે અન્ય એક દરોડામાં કલ્યાણપુર પોલીસે પાનેલી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા લખમણ પુંજા જાદવ, ખીમા નગા કંડોરીયા, પ્રદીપ દવુ કંડોરીયા, મારખી નારણ કંડોરીયા, હમીર રામ લગારીયા અને લખમણ ભીખા કંડોરીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૃ. ૧૨,૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here