કોંગ્રેસથી છુટા થયા બાદ અલગ પક્ષ રચવાની તૈયારી: કેપ્ટનનું અપમાન થયાનો આક્ષેપ નકારતી કોંગ્રેસ

કોંગ્રેસથી છુટા થયા બાદ અલગ પક્ષ રચવાની તૈયારી: કેપ્ટનનું અપમાન થયાનો આક્ષેપ નકારતી કોંગ્રેસ
કોંગ્રેસથી છુટા થયા બાદ અલગ પક્ષ રચવાની તૈયારી: કેપ્ટનનું અપમાન થયાનો આક્ષેપ નકારતી કોંગ્રેસ
પંજાબમાં મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા બાદ છંછેડાયેલા અમરિંદરસિંહએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે અને પોતાનો અલગ રાજકીય પક્ષ રચવાની તડામાર તૈયારીઓમાં લાગી ગયા હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેપ્ટને એવો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે મને અપમાનિત કર્યો છે. આ આક્ષેપ કોંગ્રેસે નકાર્યો છે.

અમરિંદર છાવણીનાં સુત્રોએ જણાવ્યું હતું કે, અમરિંદર એમના નવા પક્ષમાં સિધ્ધુ વિરોધી તમામ નેતાઓને સમાવવાની તૈયારી કરી રહ્યા છે. નવા પક્ષ માટેનું બંધારણ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પક્ષ માટે 4 નામનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે પણ નવા પક્ષનું નામ પંજાબ વિકાસ પાર્ટી રાખવાનું લગભગ નક્કી થઇ ગયું છે. અંતિમ જાહેરાત હવે કરવામાં આવશે.

દરમ્યાન દેહરાદુન ખાતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહા સચિવ અને પંજાબનાં ઇન્ચાર્જ હરીશ રાવતે અમરિંદરનો આક્ષેપ નકાર્યો છે. રાવતે જણાવ્યું છે કે, અમરિંદરને કદી અપમાનિત કરવામાં આવ્યા નથી.

કોંગ્રેસ પક્ષમાં હંમેશા એમનું ખૂબ જ સન્માન કરવામાં આવ્યું છે. રાવતે કેપ્ટનની દિલ્હી યાત્રા અંગે સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ કેપ્ટનની બિન સાંપ્રદાયિકતા વિશે રાવતે સવાલો ઉઠાવ્યા હતા.

પંજાબમાં આ રીતે રાજકીય ઘમાસાણ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. કેપ્ટને ફરી વાર સ્પષ્ટતા કરી છે કે હુ ભાજપમાં જોડાવવાનો નથી. સુત્રો જણાવે છે કે, અમરિંદર પોતાના નવા પક્ષને ભાજપનું સમર્થન મળવાની આશા રાખી રહ્યા છે.

કેપ્ટનની છાવણીનાં આગેવાનો એવો દાવો કરે છે કે અમારો આશય સતા પ્રાપ્ત કરવાનો નથી પણ નવજોતસિંહ સિધ્ધુને મુખ્યમંત્રી બનતા અટકાવવાનો છે.

Read About Weather here

પંજાબની ચૂંટણીઓમાં જો કેપ્ટનનાં પક્ષનાં ઉમેદવારો 3 થી 4 હજાર મત પણ મેળવી લેશે તો અન્ય પક્ષોનાં ઉમેદવારોનો ખેલ બગડી શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here