રાજકોટમાં મોદકનાં નમુના ફેઇલ થતા એક માસની કેદ સજા ફટકારતી કોર્ટ

રાજકોટમાં મોદકનાં નમુના ફેઇલ થતા એક માસની કેદ સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં મોદકનાં નમુના ફેઇલ થતા એક માસની કેદ સજા ફટકારતી કોર્ટ

મોદક બનાવનાર વેપારી પેઢીને કેદ ઉપરાંત રૂ.5 હજારના દંડની સજા: વેપારી વર્ગમાં ભારે ફફડાટ ફેંલાયો, મનપાની ટીમો દ્વારા વધુ કેટલાક સ્થળે ચેકિંગ

રાજકોટમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનું સતત અને સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે. ગત તા. 24-9ના રોજ લેવાયેલા મોદક લાડું (લુઝ)નાં નમુના ફેઇલ જાહેર થતા અદાલતે

Visit Saurashtra Kranti Homepage here

એક માસની કેદની સજા ફટકારતા વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. \

કુલ 14 બિઝનેશ ઓપરેટરને ત્યાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થો અને કાચા માલનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચાર નમુના પણ લેવામાં આવ્યા હતા.

મનપાની યાદી મુજબ ગાયત્રી નગર મેઇન રોડ પર આવેલી શકિતવિજય ફરસાણ નામની દુકાન પરથી મોદક લાડું (લુઝ)નાં નમુના લેવામાં આવ્યા હતા.

લાડુંમા કલરનું પ્રમાણ ધારા ધોરણ કરતા વધારે જણાયું હતું. નમુનો ફેઇલ થઇ જતા અદાલતે એક માસની કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. આથી ભેળસેળ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેંલાઇ જવા પામ્યો છે.

મનપાની ફુડ શાખા દ્વારા ગઇકાલે પણ ગોંડલ રોડ અને ઠેબર રોડ પર 14 બિઝનેશ ઓપરેટરને ત્યાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી.

વાસી પદાર્થ બાબત પાંચ રેકડી વાળાને નોટીસ ફટકારવામાં આવી હતી. ચાર નમુના લઇને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ રીતે મનપાએ લોકોના આરોગ્યના હિતમાં ભેળસેળીયા અને વાસી ખાદ્ય પદાર્થો સામેની ઝુંબેશ અવીરત ચાલુ રાખી છે.

Read About Weather here

જેના કારણે વેપારી વર્ગમાં હલચલ મચી જવા પામી છે. એમાય અદાલતે કેદ અને દંડની સજા ફટકારતા વાસી પદાર્થનો ઉપયોગ કરતા અને ભેળસેળ કરતા તત્વોને ચેતવણીનો સંદેશો મળી ગયો છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here