અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા ગાંધીજીને દેશની ભાવ વંદના

અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા ગાંધીજીને દેશની ભાવ વંદના
અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા ગાંધીજીને દેશની ભાવ વંદના

રાજઘાટ પર જઇ બાપુની સમાધિને પુષ્પાંજલી અર્પતા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સોનિયા ગાંધી: દેશભરમાં ઠેરઠેર પ્રભાતફેરી, મેરેથોન દોડ, સાયકલિંગનાં કાર્યક્રમો: બાપુની પ્રતિમાને વંદન કરતા નેતાઓ, અનેક સ્થળે 2 ઓકટોબરે ગાંધી જયંતીના કાર્યક્રમોની વણઝાર: યુનોના વડાએ ગાંધી જયંતી દિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિન મનાવવા અપીલ કરી

વહેલી સવારની પ્રભાતફેરી, પ્રાર્થના સભાઓ ગાંધીજીના ભજન વૈષ્ણવજનના સમુહ ગાન મેરેથોન દોડ, સાયકલિંગ જેવા અનેક કાર્યક્રમોની ભરમાર સાથે રાષ્ટ્રનાં આજે ગાંધી બાપુને ભાવ વંદના કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અહિંસાના પૂજારી, સત્યના ઉપાસક અને અંગે્રજોની ગુલામીથી દેશને મુકત કરાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીની સ્મૃતિ વંદના સાથે દેશભરમાં કાર્યક્રમોની વણઝાર કરવામાં આવી હતી.

સવારે ગાંધી બાપુની સમાઘી રાજઘાટ પર જઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના વરીષ્ઠ સોનિયા ગાંધી સહિતના ટોચના મહાનુભાવો, કેન્દ્રીય મંત્રીઓ અને તમામ પક્ષોના ટોચના આગેવાનોએ ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ગાંધીજીની સ્મૃતિમાં આજે એમની જન્મજયંતી નિમિતે અમદાવાદનાં સાબરમતી આશ્રમ સહિત દેશભરમાં ખાસ પ્રાથના સભાઓ યોજાઇ હતી. દરેક રાજયોમાં મુખ્યમંત્રીઓએ ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર કાર્ય હતા અને બાપુઓની સ્મૃતીઓને જીવંત કરી હતી.

વિશ્ર્વ સંસ્થા યુનોના વડાએ ગાંધીજીની જન્મજયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે મનાવવા હાંકલ કરી હતી. યુનોના વડાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ પ્રબોધેલા સિધાંતો અને આદેશો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તૃત છે.

તેમણે ગાંધીબાપુને ખાસ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.ગાંધીજીની સાથે સાથે દેશનાં પનોતા પુત્ર અને જય જવાન જય કિસાનનો નારો આપનાર દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ દેશવાસીઓએ આસ્થા સાથે ભાવાજંલી અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ શાસ્ત્રીજીની સમાધી વિજય ધાટ પર જઇ પુષ્પાજંલી અર્પણ કરી હતી. રાજધાટ પર ખાસ પ્રાર્થના સભા યોજાઇ હતી અને ગાંધીજીના પ્રિય ભજનોનું સમુહગાન કરવામાં આવ્યું હતું.

ગાંધીજીને 152મી જન્મજયંતી પર ભાવુક થઇને સંભાળતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બાપુના વિચારો અને એમનું જીવન આવનારી દરેક પેઢી માટે પ્રેરણા રૂપ બનશે. હું શીશ નમાવીને બાપુને વંદન કરૂ છું.

Read About Weather here

એમના ઉમદા સીધ્ધાંતો આજે પણ વિશ્ર્વ માટે પ્રસ્તૃત છે અને જરૂર છે. જેનાથી કરોડો લોકોને શકિત અને પ્રેરણા મળી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here