કાલથી ‘આપ’ દ્વારા ’ગેરંટી રજીસ્ટ્રેશન’ મહાઅભિયાન કરાશે શરૂ

કાલથી ‘આપ’ દ્વારા ’ગેરંટી રજીસ્ટ્રેશન’ મહાઅભિયાન કરાશે શરૂ
કાલથી ‘આપ’ દ્વારા ’ગેરંટી રજીસ્ટ્રેશન’ મહાઅભિયાન કરાશે શરૂ

તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશે: ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન દરમિયાન જનતાને ગેરંટી કાર્ડ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે: આપ

આવતીકાલે દ્વારકા ખાતેથી અરવિંદ કેજરીવાલના હસ્તે મહાઅભિયાનની શરૂઆત કરાશે: રાજ્યના તમામ નાગરીક સુધી પહોંચવાનો લક્ષ્યાંક

આમ આદમી પાર્ટીના દ્વારા આજે રાજકોટ ખાતે  તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે,એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવાની માહિતી અપાઇ હતી અને અરવિંદ કેજરીવાલની ગેરંટી ઘરે ઘરે પહોચાડવા મહાઅભિયાનાની શરૂઆત આવતીકાલથી થનાર છે તે અંગે  પ્રદેશ મંત્રી અજીત લોખીલએ  જણાવ્યું હતું  કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે, દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલે પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરેંટી શબ્દ વાપરવામાં આવ્યો છે.પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરટી છે, મહિલાઓની ગેરટી છે, આદિવાસી સમાજની ગેરટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેસ્ટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરટીઓ લોકોને આપી છે.

આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે,એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવાનું છે, જોણે અમે ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આવતીકાલથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં  સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે.

ગેરટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. તે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે આપના કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડ નો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે.
કાલથી ‘આપ’ દ્વારા ’ગેરંટી રજીસ્ટ્રેશન’ મહાઅભિયાન કરાશે શરૂ રજીસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન ફોર્મની પાવતી ઉપરનો ભાગ અમારા કાર્યકર્તાઓ રાખી લેશે અને નીચેના ભાગમાં જે ગેરંટી કાર્ડ છે તે જનતાને સોંપી દેવામાં આવશે, એટલે કે પહેલા તબક્કામાં આ રજીસ્ટ્રેશન થશે અને સાથે સાથે દરેક વ્યક્તિને ગેરેટી કાર્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે.

આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, આવી રીતે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત માટે જે વિઝન રજૂ કર્યું છે, ગુજરાતની જનતા માટે જે ગેરંટીઓ આપી છે, એ રજીસ્ટ્રેશનના સ્વરૂપમાં સર્ટિફિકેટના સ્વરૂપમાં અને ગેરંટી કાર્ડના સ્વરૂપમાં એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું ડોર ટુ ડોર કેમ્પેઇન આવતીકાલે શરૂ થશે.

આ વખતે હું ગુજરાતના તમામ લોકોને તમામ વર્ગને, તમામ વ્યક્તિઓને, કે આવો આપણે બધા સાથે મળીને એક જૂથ થઈને ગુજરાતની અંદર એક ક્રાંતિ લાવીએ, ઈમાનદાર સરકાર બનાવીએ, અરવિંદ કેજરીવાલની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડીને દરેક માણસનો સહયોગ મેળવીએ.

આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને ગેરટી કાર્ડ આપી રહી છે, કોઈ ખોટા વચનો કે ગડબડ ગોટાળાવાળુ વચન નહીં. અને આ માટે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશે, આવતીકાલથી ચાલુ થતા આ કેમ્પેઇનને એક મહિના સુધી ચલાવવામાં આવશે અને ઉપરથી લઈને નીચે સુધી દરેક પ્રકારના સંગઠનો આ કેમ્પેઈનમાં ભાગ લેશે અને વધુમાં વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરશે. આ કેમ્પેઇન દરમિયાન અમે ગુજરાતના લોકોને ભરોસો અપાવીશું.

અત્યાર સુધી લોકોએ પહેલા એક પાર્ટીને વોટ આપ્યો પછી બીજી પાર્ટીને વોટ આપ્યો પણ અત્યાર સુધી લોકોને કાંઇ મળ્યું નથી, પણ જો હવે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે તો સરકાર બન્યાના ફક્ત ત્રણ મહિના બાદ જ તેમનું લાઈટ બિલ શૂન્ય આવવાનું ચાલુ થઈ જશે. આવી રીતે અરવિંદ કેજરીવાલને વોટ આપવાથી ગુજરાતની જનતાને તેમના ટેક્સનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે એના ગેરટી કાર્ડ આ મહિને ગુજરાતના ઘરે ઘરે જઈને અમે આપીશું.

Read About Weather here

આ કોઈ મફતની સુવિધા નથી પણ પ્રજાના ટેક્સના પૈસેથી જ પ્રજાને સુવિધા આપવાનું કામ કરવામાં આવશે અને આ જ કામ સરકારનું હોય છે. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here