દેશના કોઇપણ રેસ્ટોરામાંથી ભોજન મંગાવી શકાશે…!!

દેશના કોઇપણ રેસ્ટોરામાંથી ભોજન મંગાવી શકાશે...!!
દેશના કોઇપણ રેસ્ટોરામાંથી ભોજન મંગાવી શકાશે...!!

આજના આ ડિજિટલ યુગમાં દરેક વસ્તુ આપણે ઓનલાઈન ઓડર કરી શકીએ છીએ. ઘર બેઠા જ આપણે આપની પસંદ નાપસંદ નક્કી કરી શકીએ છીએ. પછી તે કપડાની ખરીદીથી લઈને હોટલ કે અન્ય કોઈપણ સ્થળે જવા માટે ઓનલાઈન બુકિંગ પણ આપણે ઘર બેઠા જ કરી શકીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

હવે તો હમણાં કેટલાક વર્ષથી ઝોમેટો અને સ્વીગીની મદદથી ઘર બેઠા જ ભોજન ઓર્ડર કરી શકીએ છીએ. તેમજ દેશમાં ઝોમેટો અને સ્વીગી સહિતની ઓનલાઇન ફૂડ ડીલીવરી પ્લેટફોર્મ હવે ઇન્ટરસિટી બનવાની તૈયારીમાં છે.

ઝોમેટોએ લેજન્ડ નામથી ઇન્ટરસિટી ફૂડ ડીલીવરીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જો કે હજુ તે મર્યાદિત શહેરોમાં ઉપલબ્ધ છે. કંપનીએ કોલકાતા, લખનૌ, હૈદરાબાદમાં પણ આ પ્રોજેક્ટ શરુ કરી રહી છે. પ્રથમ તબક્કામાં દિલ્હીમાં બેઠા બેઠા તમે હૈદરાબાદ, કોલકાતા કે લખનૌના ખ્યાતનામ રેસ્ટોરાના ભોજન કલાકોમાં મંગાવી શકશો.

હૈદરાબાદની બિરયાની, દિલ્હીમાં ઝોમેટો ઉપલબ્ધ કરાવશે. આ માટે કંપનીએ એરલાઇન્સ સાથે પણ વાતચીત કરી લીધી છે. રેસ્ટોરામાં તૈયાર થતો તાજો ખોરાક એર ટ્રાન્ઝીટ કરવામાં આવશે અને તેના માટે કેમ્પરપ્રૂફ ક્ધટેર્ન્સ અને રિ-યુઝેબલ પેકીંગ હશે.

Read About Weather here

આ માટે મોબાઈલ રેફ્રીજરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અને આ ભોજનને તાજુ રાખવા માટે કોઇપણ પ્રકારના પ્રિવેન્ટીવનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઇન્ટરસિટી લેજન્ડ નામના આ પ્રોજેક્ટમાં કંપનીઓ દેશના ખ્યાતનામ રેસ્ટોરા અને એરલાઇન્સ સાથે સંયુક્ત રીતે કામ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here