18મી લોકસભાનું પહેલુ સત્ર આજથી શરૂ : 281 સંસદ સભ્યો પહેલી વખત ચુંટાયા છે…

18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે હોબાળા વચ્ચે શરૂ : નવનિયુક્ત સભ્યોના શપથ લેવડાવાયા
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે હોબાળા વચ્ચે શરૂ : નવનિયુક્ત સભ્યોના શપથ લેવડાવાયા

18મી લોકસભાનું પહેલુ સત્ર આજથી શરૂ થયુ છે. નવી લોકસભામાં અનેક નવા ફેરફારો જોવા મળશે. સૌથી મોટો તફાવત એ છે કે આ વર્ષે ઓછી ઉંમરના સાંસદોની સંખ્યા વધી છે. ગત વખતે લોકસભા સાંસદોની સરેરાશ ઉંમર 59 વર્ષ હતી જે આ વર્ષે થોડી ઘટીને 56 વર્ષ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના પક્ષોએ ઓછી ઉંમરના ઉમેદવારોને ચુંટણીમાં ઉતાર્યા હતા.

18મી લોકસભાનું પહેલુ સત્ર આજથી શરૂ : 281 સંસદ સભ્યો પહેલી વખત ચુંટાયા છે… સંસદ

સંસદમાં 40 ટકા સાંસદ બીજી વખત ચુંટાયા છે જે આંકડો 17મી લોકસભામાં 43 ટકા હતો. 41 પક્ષોનું પ્રતિનિધિત્વ લોકસભામાં છે જે અગાઉ 36 પક્ષોનું હતું. આ વખતે 281 સાંસદો એવા છે જે પહેલી વખત ચુંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. 17મી લોકસભામાં આ આંકડો 267 હતો પણ 2014માં 16મી લોકસભામાં આ આંકડો વિક્રમી 314 હતો.

78 ટકા નવા ચુંટાયેલા સાંસદ સ્નાતક છે જયારે 22 ટકા એ કોલેજનો અભ્યાસ કર્યો નથી. ગત લોકસભામાં સ્નાતક સાંસદો માત્ર 27 ટકા હતા આ વખતે 74 મહિલા સાંસદ છે જે આંકડો ગત વખતે 78 હતો. લોકસભામાં બે ટર્મ જીતેલા સાંસદ 114, ત્રણ ટર્મ વાળા 35, પાંચ ટર્મ વાળા 19, છ ટર્મ વાળા 10, સાત ટર્મ વાળા 7 અને આઠ ટર્મથી ચુંટાતા સાંસદની સંખ્યા બે છે.

18મી લોકસભાનું પહેલુ સત્ર આજથી શરૂ : 281 સંસદ સભ્યો પહેલી વખત ચુંટાયા છે… સંસદ

નવી લોકસભામાં સંસદ સભ્યોની ઉંમર જોઈએ તો સૌથી વધુ 166 સાંસદ 50-60 વય જૂથના છે. જયારે 60-70ના વયજૂથમાં 161, 40-50માં 110, 70-80માં 52, 30-40માં 45, 20-30માં અને 80થી ઉપરના એક એક ચુંટાયેલા સભ્યો છે.

18મી લોકસભામાં 240 બેઠક સાથે ભાજપ સૌથી મોટો પક્ષ છે જયારે 98 બેઠક સાથે કોંગ્રેસ બીજો પક્ષ છે. 37 બેઠક સાથે સપા ત્રીજા ક્રમે અને 29 બેઠક સાથે તૃણમુલ કોંગ્રેસ ચોથો મોટો પક્ષ બન્યો છે.વ્યવસાય પર નજર કરીએ તો 43 ટકા સાંસદ સામાજીક કાર્યકર્તા, 37 ટકા ખેતી, 32 ટકા વેપાર-ધંધા, સાત ટકા વકીલ અને જજ, ચાર ટકા મેડીકલ ક્ષેત્ર, ત્રણ ટકા આર્ટ અને મનોરંજન તથા બે ટકા નિવૃત થયેલા છે.

18મી લોકસભાનું પહેલુ સત્ર આજથી શરૂ : 281 સંસદ સભ્યો પહેલી વખત ચુંટાયા છે… સંસદ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here