હાલો મુખ્‍યમંત્રીઓને દિલ્‍હીનું તેડું આવ્યું – ચૂંટણીના પરીણામ બાદ ભાજપ આવી એક્‍શન મોડમાં

હાલો મુખ્‍યમંત્રીઓને દિલ્‍હીનું તેડું આવ્યું - ચૂંટણીના પરીણામ બાદ ભાજપ આવી એક્‍શન મોડમાં
હાલો મુખ્‍યમંત્રીઓને દિલ્‍હીનું તેડું આવ્યું - ચૂંટણીના પરીણામ બાદ ભાજપ આવી એક્‍શન મોડમાં

ભારતીય જનતા પાર્ટી પરીણામ બાદ એક્‍શન મોડમાં આવી છે. ભાજપના તમામ રાજયોના મુખ્‍યમંત્રીઓની દિલ્‍હીનું તેડું આવ્‍યું છે. તમામ રાજયોના મુખ્‍યમંત્રી સાથે દિલ્‍હી પાર્લામેન્‍ટરી બોર્ડ બેઠક કરશે.

બુધવારે બપોરે પીએમના નિવાસસ્‍થાને NDAની પ્રથમ બેઠક યોજાઈ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં મોદીને NDAના નેતા તરીકે પસંદ કરાયા હતા. ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે ભાજપના તમામ રાજયોના મુખ્‍યમંત્રીને સાત જૂને દિલ્‍હી ખાતે બોલાવવામાં આવ્‍યા છે. તમામ મુખ્‍યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક ૭ જૂને એટલે કે આવતી કાલે ભાજપના મુખ્‍યાલયમાં યોજાશે. NDA ૭ જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

NDA સરકારની રચના પર ચર્ચા માટે પીએમ હાઉસમાં બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેના, યુપીપીએલ, હમ, જેડપીએમ, LJP, JDS, આરએલડી, જનસેના, એસકેએમ, અપના દલ, એનસીપી, ટીડીપી અને જેડીયુના નેતા સામેલ છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપને સૌથી વધુ ૨૪૦ બેઠક મળી છે જયારે NDAને ૨૯૨ બેઠક મળી છે. બીજી તરફ કોંગ્રેસને ૯૯ બેઠક અને INDIA ગઠબંધનને ૨૩૨ બેઠક મળી છે.