સૌરાષ્ટ્રમાં ઓબીસી સમાજના કહેવાતા હિત ધારકોને ચૂંટણી સમયે ફરી એકાએક યાદી આવી…!

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

ચૂંટણીઓ સમયે જેમને સમાજ યાદ આવે છે એ તમામની ચિંતાઓ ચૂંટણી પછી કેમ ઓસરી જાય છે? હવે ઓબીસી સમાજ દ્વારા આવા નેતાઓને સવાલ પૂછવા જરૂરી

જયારે-જયારે ચૂંટણી આવે ત્યારે નીકળી પડતા આવા નેતાઓની ફોજનો મૂળ આશય અંગત રાજકીય લાભ ખાટવાનો જ હોય એ હકીકત સમજવા ઊંડા સંશોધનની જરૂર નથી; તાજેતરમાં ફરીવાર ઓબીસી સમાજને એક કરવાનો જે અવાજ ઉઠ્યો છે તેમાં સચ્ચાઈ ઓછી, દંભ વધુ હોવાનો રાજકીય નિષ્ણાંતોનો સ્પષ્ટ મત

જયારે-જયારે વિધાનસભાની કે એવી જ મહત્વની સંસદીય ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે એકાએક પછાત પીડિત, અવગણીત અને વિકાસમાં પાછળ રહી જતા વિવિધ સમાજોનાં હિતોની વાતનો ઝંડો લઈને અચાનક ચોક્કસ નેતાઓ એમના ભૂગર્ભ આવાસમાંથી બહાર નીકળી પડે છે અને ઓબીસી સમાજની પ્રગતિ અને કલ્યાણ માટેની વાતોનાં વડા કરવા લાગે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આવા ચોક્કસ રાજકીય હિત અને હેતુ ધરાવનારાઓની આવી સ્થાપિત વર્ષો જૂની રાજકીય પરંપરા રહી છે. જેનું અચૂકપણે આ વર્ગ પાલન કરતો રહે છે. ચૂંટણીઓ આવે એ પહેલાથી ઓબીસી સમાજની ચિંતાનો સૂર વ્યક્ત કરવામાં આવતો રહે છે, કામચલાઉ ખાંડા ખખડાવવામાં આવવા લાગે છે, સમાજ માટે મગરનાં આંસુ સારવાનું શરૂ કરી દેવામાં આવે છે અને પછી શું થાય છે એ ઓબીસી સમાજ દર વખતે જોતો રહી જાય છે.

ચૂંટણીઓની પ્રક્રિયા પતી જાય એટલે ઓબીસી સમાજવતી દોડધામ કરવા લગતા કહેવાતા હિત ચિંતક ઝંડાધારીઓ ક્યાં ખોવાઈ જાય છે એ ખબર પડતી નથી અને પાંચ વર્ષ સુધી એમનો કોઈ અતોપતો લાગતો નથી. ઓબીસી સમાજ ઠેરનો ઠેર રહે છે.

ચૂંટણી વખતે ગાજેલા એમના પાયાનાં પ્રશ્નો ફરીવખત અવગણનાનાં અંધકારમાં ઢબુરાઈ જાય છે અને ઓબીસી સમાજ જોતો રહે છે. ઉત્સાહભેર જેમની વાતોથી દોરવાઈ જઈને ખોબલે-ખોબલે મતો આપીને આવ્યા હોય છે. એ સમાજના તમામ વર્ગોને ઉપયોગ થઇ ગયા પછી ભુલાવી દેવામાં આવે છે અને કહેવાતા હિત ચિંતકો અચાનક ગાયબ થઇ જાય છે. ફરી એકવખત આ પરિસ્થિતિનું પુનરાવર્તન થતું દેખાઈ છે.

ચોક્કસ સમાજ અને વર્ગોનો વોટ બેંક તરીકે જ ઉપયોગ એ આપણા દેશ કે રાજ્યના રાજકારણમાં કોઈ નવી ઘટના નથી. આવું દરેક ચૂંટણી વખતે નિયમિત રીતે બનતું રહે છે અને નિયમિત રીતે ઓબીસી વર્ગો ભોળાભાવે છેતરાતા રહે છે. એમનો સસ્તામાં ક્યારે રાજકીય સોદો થઇ જાય છે અને હિત ચિંતકો કેવી રીતે આખો કેક ખાઈને ઓડકાર લેવા પણ રોકાતા નથી. એ રાજકીય વિડંબણા ને દુષચક્ર પર કદી પૂર્ણવિરામ મુકાતો નથી અને વિષચક્ર ચાલતું રહે છે.

એ રાજકીય ઈતિહાસ ખૂબ જ જાણીતો થઇ ગયો છે. પરિણામે જયારે-જયારે આવા મૌસમી આગેવાનો ચોક્કસ સમાજની ચિંતા કરનારા બહાર આવે છે ત્યારે એમને નજીકથી જાણનારા રાજકીય નિરીક્ષકો મુછમાં હસતા રહે છે.

જો કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે. ઓબીસી સમાજે હવે રાજકીય પરિપક્વતા અનેસ સમજણનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવું પડશે. નહિતર ફરી વખત એમનો રાજકીય દૂરઉપયોગ થઇ જશે અને એમની હથેળીમાં ચાંદ સિવાય કશું નહીં બચે.

વચનોની લહાણી કરનારા એમના રાજકીય લક્ષ્યાંકો પુરા કરી લેશે અને ઓબીસી સમાજનાં કોઈ પ્રશ્ર્નો એમની મરજી મુજબ હલ નહીં થાય બલ્કે સરકારી તુમારશાહીનાં જંગલોમાં અટવાતા રહેશે. ઓબીસી સમાજે ખરેખર એમના કલ્યાણ અને હિત પ્રતિ ધ્યાન આપનારા નિષ્ઠાસીર, પ્રામાણિક અને વચન પાલક હોય એવાને જ પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવા જોઈએ.

Read About Weather here

નહિતર વિકસિત સમાજ સાથે કદમ મિલાવવાની એમની તમન્નાઓ કદી સાકાર થશે નહીં. એ માટે ઓબીસી સમાજે પણ રંગ, જાતિ, જ્ઞાતિ અને ધર્મનાં વિચારોથી ઉપર ઉઠીને પ્રતિનિધિ કાર્યશીલ અને કર્મઠ છે કે નહીં એ દિશામાં વિચારવાનો અને એવા પ્રતિનિધિ પસંદ કરવાનો સમય એમના માટે પાકી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here