લોકસભા ચૂંટણી 2024 માં 13 કેન્દ્રીય મંત્રીઓની થઈ ભૂંડી હાર

લોકસભા ચૂંટણી 2024 માં 13 કેન્દ્રીય મંત્રીઓની થઈ ભૂંડી હાર
લોકસભા ચૂંટણી 2024 માં 13 કેન્દ્રીય મંત્રીઓની થઈ ભૂંડી હાર

સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની, કૈલાસ ચૌધરી સહીત કેન્દ્રીય મંત્રીઓને લાગી મોટી પછડાટ

ભાજપના સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, અજય મિશ્રા ટેની અને કૈલાશ ચૌધરી સહિત 13 કેન્દ્રીય મંત્રી સામેલ છે.લોકસભા ચૂંટણી 2024 માં ઘણા કેન્દ્રીય મંત્રીઓને હારનો સામનો કરવો પડયો છે.

2019માં રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવનાર ઈરાનીની હાર એ ભાજપ માટે મોટો પછડાટ છે. અમેઠીમાંથી ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરીલાલ શર્માએ સ્મૃતિને 1,67,196 લાખ મતના માર્જિનથી હરાવ્યા હતા.કેરલના તિરુવનંતપુરમની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કોંગ્રેસના શશી થરુર સામે માત્ર 16077 મતથી હારનો સામનો કર્યો હતો.

તેમજ લખિમપુર ખેરી કેસમાં પુત્રની ધરપકડથી વિવાદમાં રહેલા મંત્રી અજય મિશ્રા ટેનીની સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા સામે 34,329 મતથી હાર થઈ . પશ્ચિમ બંગાળમાં શિક્ષણ રાજયમંત્રી સુભાષ સરકારને તૃણમુલ કોંગ્રેસના અરુપ ચક્રવર્તીએ 32,778 મતના માર્જિનથી પરાજય આપ્યો.

રાજસ્થાનના બાડમેરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રી કૈલાશ ચૌધરી પણ ત્રીજા ક્રમે રહ્યા હતા. મત્સ્યપાલન રાજયમંત્રી એલ મુરુગનને પણ તમિલનાડુના નીલગીરીમાં હારનો સામનો કરવો પડયો હતો. તેમજ કેન્દ્રીય ગૃહરાજયમંત્રી નિશીથ પ્રમાણિક, મંત્રી સંજીવ બાલિયાનને પણ પછડાટ મળી હતી.