લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો…

લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો...
લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો...

સંસદમાં રાષ્ટ્રપતિનાં સંબોધન પરનાં આભાર પ્રસ્તાવને જવાબ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણ દરમ્યાન અડચણ સર્જવા માટે વિપક્ષી સભ્યોને વેલમાં ઘસી જવા ઉશ્કેરવા બદલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નેતા રાહુલ ગાંધીને નામજોગ ઠપકો આપ્યો હતો. સ્પીકર દ્વારા જવલ્લે જ આ પ્રકારના કદમ ઉઠાવાતા હોય છે.

ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષનાં નેતા તરીકે તમે સભ્યોને વેલમાં ઘસી જવા ઉશ્કેરતા હોવાનું જોઈ શકાતુ હતું તે શોભાસ્પદ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજીત બે કલાકનું પ્રવચન કર્યું હતું. તે દરમ્યાન મોટાભાગે કોંગ્રેસનાં સભ્યોએ વેલની બન્ને બાજુએથી વિરોધ-શોરબકોર દ્વારા વિક્ષેપ સર્જવાના પ્રયત્નો કર્યા હતા.નરેન્દ્ર મોદી સંબોધન માટે ઉભા થયા તે સાથે જ વિપક્ષી સભ્યોએ મણીપુરના સાંસદને બોલવાની તક આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો… ગાંધી

અધ્યક્ષ ઓમ બિરલાએ કહયું કે રાજયનાં એક સાંસદને બોલવાની તક અપાઈ છે. ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ મણીપુરનાં બે સાંસદો સાથે વેલમાં ઘસી ગયા હતા અને ત્યારપછી અન્ય સાંસદો પણ જોડાયા હતા. તૃણમુલ સાંસદોએ પોતાની જગ્યાએ ઉભા થઈને સમર્થન કર્યુ હતું.

લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો… ગાંધી

કેટલાંક સાંસદો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાવ નજીક પહોંચીને સુત્રોચ્ચાર કરતા હતા. શાસક પક્ષ દ્વારા વિપક્ષી સભ્યો વિરૂધ્ધ કોઈ જવાબ અપાયો ન હતો. પ્રવચન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષને એમ કહ્યું કે વિપક્ષી સભ્યોની વર્તુણુંકને હઈવાશથી ન લેવા તથા આવતા પાંચ વર્ષ ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલશે તે જોવા આગ્રહ કર્યો હતો.

લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને નામ જોગ ઠપકો આપ્યો… ગાંધી

લોકસભામાં મોદીના પ્રવચન દરમ્યાન વિપક્ષી વર્તણુંકની ટીકા કરતા ઠરાવ પણ પસાર કરાયો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષી સભ્યોન સંસદીય ગરીમા મુજબના ન હોવાની ટકોર કરી હતી. તમામ સભ્યોને પર્યાપ્ત સમય અપાયો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here