નીતિન પટેલ-અમિત ચાવડા ગૃહમાં આમને-સામને: કોંગ્રેસનું વોકઆઉટ (33)

નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??
નીતિન પટેલને મનાવવા પ્રયાસ ... હજુ પણ નારાજગી દૂર થઈ નથી??

Subscribe Saurashtra Kranti here.

તમારા દાદાની જેમ ગપ્પા મારો છો: નીતિન પટેલે ચાવડાને કહૃાું

ગુજરાત વિધાનસભાના પ્રશ્ર્નોતરીકાળમાં આજે બપોરે ૧૨.૩૦ બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રશ્ર્નના જવાબમાં તેમના દાદાઓ અંગે ટિપ્પણી કરતાં કોંગી ધારાસભ્યો રોષે ભરાયા હતા. અને વેલમાં ધસી આવી તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે પણ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોક આઉટ કર્યો હતો.

આજે વિધાનસભાના પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ર્ન પુછ્યો હતો કે આણંદની અંદર સરકારે સરકારી હોસ્પિટલનું ત્રણ વખત અલગ-અલગ ખાતમુહૂર્ત કર્યું છે. પણ હોસ્પિટલ બની નથી. અમિત ચાવડાના આ સવાલનો જવાબ આપતાં નીતિન પટેલે કહૃાું કે, આ પ્રકારનાં કોઈ ખાતમુહૂર્ત મેં કર્યાં નથી. તમે પણ તમારા દાદાઓની જેમ ગપ્પા મારો છો.

નીતીન પટેલનાં આ નિવેદનથી કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા. અને તેઓ વિરોધ કરતાં વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના સીનિયર ધારાસભ્યો સહિત પ્રેક્ષક ગેલેરીમાં બેસેલાં ધારાસભ્યો પણ નીચે ઉતરીને વેલમાં ધસી આવીને ભારે હોબાળો મચાવ્યો હતો. અને નીતીન પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. જેની સામે ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસ તારી તાનાશાહી નહીં ચાલે તે પ્રકારનાં નારા ભાજપના ધારાસભ્યોએ લગાવ્યા હતા.

Read About Weather here

વોક આઉટ કર્યા બાદ અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમુક વિસ્તાર લોકોની દાદાગીરીથી ઓળખાય છે. પ્રજા ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. પૈસા વીઆઇપી તાયફામાં વપરાઈ રહૃાા છે. ગુનાખોરીનું પ્રમાણ વધી રહૃાું છે. કમલમનો આદેશ માનતા પોલીસકર્મી કાયદામાં રહે. રાજ્યમાં ગુંડાઓને રાજકીય પીઠબળ મળે છે.

આજે અમારો સમય છે ક્યારેક અમારો સમય આવશે: ધાનાણી

નીતિન પટેલના શબ્દો પર વિરોધ દર્શાવતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહૃાું કે, નીતિન પટેલે માફી માંગવી જોઇએ. આજે તમારો સમય છે, ક્યારેક અમારો સમય આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here