એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પીપીઇ કિટ પહેરી વિરોધ કર્યો (32)

NSUI-Virodh-University-એનએસયુઆઇ
NSUI-Virodh-University-એનએસયુઆઇ

Subscribe Saurashtra Kranti here.

ત્યારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો

એનએસયુઆઇના વિદ્યાર્થી:રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા છે. જેમાં રાત્રિ કર્ફ્યુંમાં ૨ કલાકનો વધારો, બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ, બાગ-બગીચા તેમજ લેક સહિતના અનેક વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. અમદાવાદ આજથી બીઆરટીએસ અને એએમટીએસ બસ બંધ થતા અનેક લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ત્યારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તમામ પીપીઇ કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓની માંગ છે કે, કોરોના સમયમાં પરીક્ષા રદ્દ થાય અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે.

Read About Weather here

અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ નિર્ણય ન લેવામાં આવ્યો. એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ ૫૦ ટકા સાથે બસો ચાલુ રાખવી જોઈએ એવી માગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here