આમ આદમી પાર્ટી વિ કેન્દ્ર સરકાર (3)

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

આમ આદમી પાર્ટીના સર્વસર્વાં અરવિંદ કેજરીવાલ

પાટનગરમાં જંતરમંતર આપ દ્વારા ઉગ્ર દેખાવો: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખાસ હાજરી : નવા સંઘર્ષના મંડાણ : આમ આદમી પાર્ટી

દિલ્હી સરકારની પાંખો કાપતા ખરડાને ગેરબંધારણીય ગણાવતા સિબ્બલ

આમ આદમી પાર્ટીના સર્વસર્વાં અરવિંદ કેજરીવાલ સહિતના પક્ષના ટોચના નેતાઓને ફરીવાર સડક પર ઉતરવું પડ્યું છે. કેન્દ્ર સરકારે દિલ્હીના લેફ ગવર્નરને વિશાળ સત્તાઓ આપતો અને દિલ્હી સરકારની પાંખો કાપી નાખતો ખરડો સંસદમાં રજુ કરતા વિરોધ ભભૂકી ઉઠ્યો છે. આપ અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. આજે પાટનગરમાં જંતરમંતર પર આપ દ્વારા જોરદાર દેખાવો યોજાઈ રહ્યા છે. જેની આગેવાની ખુદ દિલ્હીના મુખ્યમંત્રી ખુદ અરવિંદ કેજરીવાલે લીધી છે.

સરકારે નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી (સુધારા) ખરડો 2021 સંસદમાં રજુ કર્યો છે જેમાં ચુંટાયેલી સરકારની સ્વાયતત્તા પર કાપ મુકતી જોગવાયો કરવામાં આવી છે અને દિલ્હીના લેફ ગવર્નરને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અને વરિષ્ટ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે કાળો ખરડો ગણાવી આકરી ટીકા કરે છે અને આ ખરડાને ગેરબંધારણીય ગણાવ્યો છે. દિલ્હી કોંગ્રેસે પણ આકરી ટીકા કરી છે અને દેખાવોમાં જોડાયા છે.
આપ ના દિલ્હી ક્ધવીનર ગોપાલરાયએ જણાવ્યું હતું કે, ફરી એક વખત ભાજપ શાસિત કેન્દ્ર સરકારે દિલ્હીની ચુંટાયેલી સરકારની સત્તાઓ છીનવી લેવાની કોશિશ કરી છે.

Read About Weather here

દિલ્હીમાં આપની સફળતા અને ગુજરાતમાં પણ આપની વધતી જતી લોકપ્રિયતા જોઈને દિલ્હી સરકારની સત્તા મર્યાદિત કરી દેવાનું કાવતરું કેન્દ્ર દ્વારા ગણવામાં આવ્યું છે. આવો ખરડો લાવીને સરકારે બંધારણીય બેંચના ચુકાદાને ચાતરવાનો પ્રયાસ કર્યો છે. રાય જણાવે છે કે, નવો ખરડો લાવવાનો વિરોધ એટલા માટે છે કે દિલ્હી સરકારને નામની બનાવી દેવાનું કાવતરું થઇ રહ્યું છે. હજુ પણ તમામ સત્તાઓ કૠ ને અપાઈ છે. તમામ ફાઈલ એમને મોકલવી પડે છે તેના કારણે વિકાસ કામોમાં વિલંબ થાય છે અને ફાઈલો અટકી પડે છે. ભાજપે આ ખરડાને આવકાર આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here