શું ભાજપ વિજયોત્સવની ઉજવણી નહીં કરે ? આમ પણ ભાજપમાં જીતની ખુશી કરતાં દુઃખનો માહોલ વધુ છવાયો

શું ભાજપ વિજયોત્સવની ઉજવણી નહીં કરે ?ક્યાં કારણોથી નહિ કરે જીતની ઉજવણી? આમ પણ ભાજપમાં જીતની ખુશી કરતાં દુઃખનો માહોલ વધુ છવાયો
શું ભાજપ વિજયોત્સવની ઉજવણી નહીં કરે ?ક્યાં કારણોથી નહિ કરે જીતની ઉજવણી? આમ પણ ભાજપમાં જીતની ખુશી કરતાં દુઃખનો માહોલ વધુ છવાયો

“લોકસભાની બેઠક મામલે મોદીએ અબકી બાર 400 કિ પાર” નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે વિશ્વાસમાં ભંગાણ જોવા મળ્યું છે.

રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલી ગોઝારી ઘટના અગ્નિકાંડના પગલે કયાંય સરઘસ,આતશબાજી સહિતના કાર્યક્રમો યોજાશે નહીં : ભાજપે તમામ 25 બેઠક પર સૂચનાઓ મોકલી હતી સાથે વિપક્ષ પણ સંયમમાં રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની 26 પૈકી રપ બેઠકોની ચૂંટણીના પરિણામો આજે આવ્યા છે ત્યારે રાજકોટમાં સર્જાયેલ ગોઝારી ગેમ ઝોનની દુર્ઘટનાના પગલે ભાજપ-કોંગ્રેસ સહિતના કોઇ રાજકીય પક્ષોએ કોઈપણ પ્રકારની ઉજવણી કરી નથી. રાજકોટથી માંડી તમામ મહાનગરો, જિલ્લાઓમાં ભાજપે કોઇ ઉજવણી નહીં કરવા જાહેરાત કરાઈ હતી. તેમજ પ્રદેશ ભાજપે એક પત્રથી તમામ જિલ્લામાં આ માટે સૂચનાઓ મોકલી હતી.

વિપક્ષ કોંગ્રેસે પણ આ ઘટનાથી ઘેરા દુ:ખની લાગણી સાથે ભ્રષ્ટાચાર સહિતની તપાસ માંગી છે અને સાથે જ લોકોના દુ:ખમાં સાથે રહી વિજયોત્સવ નહીં ઉજવે તેવું જણાવ્યું હતું. અને હતભાગીઓને અંજલિ આપી પરિવારજનોને શાંત્વના માટે પ્રાર્થના કરી છે.

ગુજરાતની લોકસભાની ર6 બેઠક પર બે ટર્મથી ભાજપનો સતત વિજય થઇ રહ્યો છે. આ વખતે ચૂંટણી પહેલા ભાજપે સુરત લોકસભાની બેઠક બિનહરીફ મેળવી છે. એકંદરે ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે. મતદાન અને મત ગણતરી વચ્ચે ખુબ લાંબો સમય રહ્યો છે.

આ દરમ્યાન ગત તા.25 મે ના રોજ રાજકોટના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં પ્રચંડ આગના કારણે બાળકો સહિતના ર7 લોકોના જીવતા ભુંજાઇ જવાથી મૃત્યુ પામ્યા હતા.આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં દુઃખનું મોજું ફરી વર્યું હતું,હાલ પણ પરિવારોના દુ:ખનો તો કોઇ પાર નથી.તેમજ મુખ્યમંત્રી સહિતની રાજય સરકાર કાર્યવાહીમાં લાગી છે. ત્યારે તમામ પાર્ટીના નેતાઓ ઘેરો અફસોસ વ્યકત કરી રહ્યા છે. આ દરમ્યાન દર વખતની જેમ ચૂંટણીના પરિણામ બાદ કોઇ વિજયોત્સવ નહીં ઉજવવાનો નિર્ણયો લેવામાં આવ્યો હતા.તેમજ કોઇપણ ઉમેદવાર જીતે તો તે ફટાકડા ન ફોડે, વિજય સરઘસ ન કાઢે તે સહિતની સૂચનાઓ પ્રદેશ ભાજપે જાહેર કરી હતી.

ગુજરાતમાં અગાઉ ભાજપે પાંચ-પાંચ લાખની લીડના દાવા કર્યા હતા.આથી ઉજવણી પણ શાનદાર કરવાનો વિચાર હતો. પરંતુ ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સૌને શોકમાં ડુબાડી દીધા છે. આ સંજોગોમાં કોઇ પણ પ્રકારની ઉજવણી કરવી યોગ્ય નહીં હોવાનું રાજકીય પક્ષો અને ઉમેદવારોને લાગ્યું છે.ત્યારે રાજકોટ સહિતના કોઇ મહાનગરોમાં આ વખતે પક્ષોના કાર્યાલયમાંથી ફટાકડાના ઓર્ડર આપવામાં આવ્યા નથી. પુષ્પ વર્ષા, સ્વાગત જેવા કોઇ કાર્યક્રમ રાખવામાં આવ્યા નથી. સાદગીથી અભિનંદન આપીને ગ્રુપમાં વિજયની શુભેચ્છાઓની આપ-લે કરી લેવા સૂચનાઓ અપાઈ છે.