ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે
ભાજપ શહેરોમાં 40, ગ્રામીણમાં 25-30% ટિકિટ મહિલાને આપશે

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થશે.

ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય પક્ષો આગામી ચૂંટણીમાં મહિલાઓને મોટા પ્રમાણમાં ટિકિટ આપવા જઇ રહૃાાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને પક્ષો લગભગ 40 ટકા બેઠકો પર મહિલાઓને આ વખતે તક આપવાનું વિચારી રહૃાાં છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આ વખતે નવા ચહેરાઓને ભરપૂર તક આપવા માંગે છે, અને તેમાંય મહિલાઓને સારું એવું પ્રાધાન્ય મળશે. શહેરી વિસ્તારોમાં ભાજપ 40 ટકા જેટલી બેઠકો પર જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 25થી 30 ટકા બેઠકો પર મહિલાઓને ઉમેદવારી કરાવશે.

ઉત્તર પ્રદેશમાં જે રીતે 40 ટકા મહિલાઓને તક આપવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે, તે જ તર્જ પર ગુજરાતમાં પણ મહિલાઓને ટિકિટ 40 ટકા જેટલી બેઠકો પર ઉમેદવારી કરાવવાનો હાઇ કમાન્ડનો વિચાર છે.

Read About Weather here

આમ જોવા જઇએ તો બન્ને પક્ષો 70 જેટલી બેઠકો પર મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હાર-જીતના ગણિતને જોઇને ઘણીવાર રાજકીય પક્ષો મહિલા ઉમેદવારને મેદાને ઉતારતા પાછીપાની કરે છે, પરંતુ આ વખતે તેવી સ્થિતિ ઊભી થવાને બદલે મહિલા ઉમેદવારોને સશક્ત ગણીને જ તક અપાશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here