બાર સાંસદોમાં સસ્પેન્શનના મુદ્દા પર વિપક્ષની વિરોધ કૂચ…

કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??
કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??

સરકારે સંસદને મ્યુઝિયમ બનાવી દીધી છે: રાહુલ ગાંધી

સંસદમાં વિપક્ષને કોઈ મુદ્દા ઉઠાવવા દેવાતા નથી કે પ્રશ્નો પૂછવા દેવાતા નથી: સંસદ ભવનથી વિજય ચોક સુધી વિપક્ષનાં સભ્યોની વિશાળ વિરોધ રેલી

રાજ્યસભાનાં બાર વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના પગલાને પાછું ખેંચવાના સભાપતિ અને સરકારનાં ઇન્કારનાં પગલે ગઈકાલે ફરી તમામ વિપક્ષી સભ્યોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ રેલી કાઢી હતી અને સભ્યોમાં ગૃહમાં પાછા લેવા ફરીથી માંગણી કરી હતી.

કોંગ્રેસનાં અગ્રણી રાહુલ ગાંધીએ એવો તીખો આક્ષેપ કર્યો હતો કે, આ સરકારે સંસદને મ્યુઝીયમ બનાવી દીધી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કૂચમાં જોડાયેલા રાહુલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, દેશનાં બાર સાંસદોને સસ્પેન્ડ કરવા એટલે પ્રજાનાં અવાજને કચડી નાખવાની નીતિ ગણાય. વિપક્ષોને કોઈ મુદ્દા ઉઠાવવા દેવાતા નથી કે કોઈ પ્રશ્નો પૂછવા દેવાતા નથી. વિપક્ષનો અવાજ રૂંધી નાખવામાં આવ્યો છે. મહત્વનાં કોઈપણ મુદ્દાઓની સંસદમાં ચર્ચા અપાતી નથી.

રાહુલે ટકોર કરી હતી કે, હો હા અને દેકારા વચ્ચે એક પછી એક ખરડા પસાર કરાવી દેવામાં આવે છે. સંસદ અને લોકશાહી આવી રીતે ન ચલાવાય. વડાપ્રધાન ગૃહમાં આવે નહીં. અમને રાષ્ટ્રીય મહત્વનાં મુદ્દા ચર્ચવા દેવાય નહીં.

આ લોકશાહીની હત્યા નહીં તો શું છે. લખીમપુર ખીરી હોય કે ચીન, અગર ખેડૂતોનાં મુદ્દા હોય કોઈ ચર્ચા નથી. સંસદ હવે માત્ર એક બિલ્ડીંગ છે, એક મ્યુઝીયમ માત્ર છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે બે થી ત્રણ મૂડીવાદીઓ ખેડૂતોની તમામ આવક પચાવી પાડવા માંગે છે.

Read About Weather here

એ તત્વોએ બાર સાંસદોને સસ્પેન્ડ કરાવ્યા છે. સભાપતિ કે વડાપ્રધાને નહીં પણ આ મૂડીવાદીઓની તાકાતનાં જોરે સભ્યોને સસ્પેન્ડ કરાયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here