બંગાળમાં ‘બેટલ રોયલ’: નંદીગ્રામ સહિતની 30 બેઠકો પર આજે મતદાન

બંગાળ-મોદી-સ્પીચ
બંગાળ-મોદી-સ્પીચ

બંગાળમાં વધુ મતદાન કરવા મોદીની અપીલ

Subscribe Saurashtra Kranti here

આસામમાં પણ બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા અને અધિકારી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

નંદિગ્રામની અતિપ્રતિષ્ઠા બેઠક સહિત 30 બેઠકો માટે પ્રશ્ર્ચિમ બંગાળમાં આજે મતદાન થઇ રહયું છે. આસામમાં પણ બીજા તબક્કાનું મતદાન ચાલી રહયું છે. નંદીગ્રામની બેઠક પરથી મમતા બેનર્જી ચૂંટણી જંગ લડી રહયા છે અને એમની સામે એમના એક વખતના વિશ્ર્વાસુ સાથીદાર અને હવે ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. જેના કારણે આ બેઠક પરનો જંગ અત્યંત મહત્વ પૂર્ણ અને પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડવા પશ્ર્ચિમ બંગાળ અને આસામના મતદારોને અપીલ કરી હતી. આસામમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 24 ટકા જેવું મતદાન થયું છે. પશ્ર્ચિમ બંગાળમાં 30 બેઠકો પર 171 ઉમેદવારો છે. આસામમાં 39 બેઠકો માટે મતદાન થઇ રહયું છે. બન્ને રાજયોની ચૂંટણીઓ ભાજપ, ટીએમસી અને કોંગ્રેસ માટે ખરાખરીનો ખેલ બની છે. બગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. ખુબ જ ઉગ્રતા પુર્વક બન્ને રાજયોમાં ચૂંટણી પ્રચાર ચાલી રહયો છે. આસામમાં આજે એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ દરેક જ્ઞાતી સાથે વિશ્ર્વાસ ધાત કર્યો છે અને આસામને બોમ્બ અને બંદુક વચ્ચે બંધ રાખ્યું છે. પણ આસામી જનતાને ભાજપ અને એનડીએ પર વિશ્ર્વાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડવા પશ્ર્ચિમ બંગાળ અને આસામના મતદારોને અપીલ કરી હતી. આસામમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 24 ટકા જેવું મતદાન થયું છે. પશ્ર્ચિમ બંગાળમાં 30 બેઠકો પર 171 ઉમેદવારો છે. આસામમાં 39 બેઠકો માટે મતદાન થઇ રહયું છે. બન્ને રાજયોની ચૂંટણીઓ ભાજપ, ટીએમસી અને કોંગ્રેસ માટે ખરાખરીનો ખેલ બની છે. બગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. ખુબ જ ઉગ્રતા પુર્વક બન્ને રાજયોમાં ચૂંટણી પ્રચાર ચાલી રહયો છે. આસામમાં આજે એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ દરેક જ્ઞાતી સાથે વિશ્ર્વાસ ધાત કર્યો છે અને આસામને બોમ્બ અને બંદુક વચ્ચે બંધ રાખ્યું છે. પણ આસામી જનતાને ભાજપ અને એનડીએ પર વિશ્ર્વાસ છે.Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here