નવા મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ

નવા મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ
નવા મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ

નમ્ર બનો,પ્રામાણિકતા ,પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં:નવા મંત્રીઓને વડાપ્રધાનની સલાહ

દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર શપથ લેતા પુર્વે નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળમાં સામેલ કરતા નવા મંત્રીઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળના નવા સભ્યોને સલાહ આપતાં કહ્યું કે, ‘તમારે વિનમ્ર રહેવું જોઈએ, કારણ કે સામાન્ય લોકોને આ જ પસંદ છે.’ આ સાથે મોદીએ મંત્રીમંડળના તમામ સભ્યોને પ્રામાણિકતા અને પારદર્શકતા સાથે કયારેય કોઈ બાંધછોડ કે સમાધાન નહીં કરવાની સલાહ પણ આપી છે.

નવનિયુક્ત મંત્રીઓ સાથે મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું કે, તમારી પાસેથી ખૂબ અપેક્ષા છે અને તમામે અપેક્ષાઓ પુરી કરવી પડશે. નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના મંત્રીમંડળના સભ્યોની સાથે વડાપ્રધાન તરીકે સતત તૃતીય કાર્યકાળ માટે શપથ લીધા હતા.નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને મંત્રીપદના શપથ લેનાર સભ્યોને સંબંધીત કરતી વખતે કહ્યું કે, તમને જે પણ કામ સોંપવામાં આવશે, તે પ્રામાણિક પણે કરો અને વિનમ્ર રહો. કારણ કે લોકો તેમને જ પ્રેમ કરે છે, જે વિનમ્ર હોય છે.પરંતુ પ્રામાણિકતા અને પારદર્શકતા સાથે કયારેય કોઈ બાંધછોડ કરશો નહીં.

આ સાથે મંત્રીઓને મોદીએ એમ પણ કહ્યું કે, તમામ સાંસદોનું સન્માન કરો અને તેમની ગરિમા જાળવો, પછી કોઈ પણ પાર્ટીના સાંસદ કેમ ન હોય, કારણ કે આ તમામ સાંસદોને લોકોને ચૂંટયા છે. તમારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનું પણ સન્માન કરવું જોઈએ.

અહીં નોંધનીય એ છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારી સફળતા નહીં મળી હોવાથી તેણે સરકાર રચવા માટે એનડીએના સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડયું હતું. નવી સરકારના પ્રથમ 100 દિવસના કામકાજનો રોડમેપ તૈયાર હોવાનું જણાવતાં વડાપ્રધાને પોતાના મંત્રીમંડળમાં સામેલ નવા મંત્રીઓને પૂરા ખંત, મહેનત અને પ્રામાણિકતાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા અપીલ કરી છે.