તમિલનાડુમાં ભાજપની ફજેતી: કેમ્પેઇન વીડિયોમાં કાર્તિ ચિદંમ્બરની પત્નીનો ફોટો મૂક્યો

ચિદંમ્બરની પત્નીચિદંમ્બરની પત્ની
ચિદંમ્બરની પત્ની

Subscribe Saurashtra Kranti here

સાંસદ કાર્તિ ચિદંમ્બરના પત્ની શ્રીનિધિ ચિદંમ્બર હતી

કાર્તિ ચિદંમ્બરના પત્ની શ્રીનિધિ ચિદંમ્બર એક આર્ટિસ્ટ છે,

તમિલનાડુમાં પોતાના મૂળિયા મજબૂત કરવા કમર કસી રહેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર મોરચે ફજેતો થયો છે. ભાજપના તમિલનાડુ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે પ્રચારનો હિસ્સો હતો. પરંતુ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવવામાં આવી હતી તે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદૃંબરમના પત્ની શ્રીનિધિ ચિદંમ્બર હતી. આ વાતનો ખુલાસો થયા બાદ ભાજપે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વીડિયો હટાવી લીધો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદૃંબરમના દીકરા અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદૃંબરમના પત્ની શ્રીનિધિ ચિદૃંબરમ એક આર્ટિસ્ટ છે અને સાથે જ મેડિકલ પ્રોફેશનલ પણ છે. ભાજપે પોતાના વિઝન અને મેનિફિસ્ટો સામે રાખવા એક કેમ્પેઈન વીડિયો બનાવ્યો હતો જેમાં તમિલનાડુના કલ્ચરના ઉલ્લેખ દૃરમિયાન શ્રીનિધિ ચિદૃંબરમને ભરતનાટ્યમ કરતા બતાવ્યા હતા.

એટલું જ નહીં, તે હિસ્સામાં જે ગીતનો ઉલ્લેખ થયો હતો તે ડીએમકેના પ્રમુખ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ દ્વારા લખવામાં આવેલું હતું. આ સંજોગોમાં કેમ્પેઈન માટેનો વીડિયો ભાજપ માટે મુશ્કેલી વધારનારો બની રહૃાો. સોશિયલ મીડિયામાં ભાજપના આ કેમ્પેઈનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું અને બાદૃમાં ભાજપે વીડિયો હટાવી લીધો હતો.

Read About Weather here

કોંગ્રેસી સાંસદૃ કાર્તિ ચિદૃંબરમે પણ ટ્વીટર દ્વારા આ જાણકારી શેર કરી હતી. જ્યારે તમિલનાડુ કોંગ્રેસે ટ્વીટ કરીને ભાજપે શ્રીનિધિની મંજૂરી વગર તેમની તસવીર વાપરી હોવાનો આરોપ મુક્યો હતો. સાથે જ લખ્યું હતું કે, આ કેમ્પેઈન વીડિયોથી સિદ્ધ થાય છે કે, ભાજપ પાસે પોતાનું કોઈ વિઝન નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here