ક્ષત્રિય સમાજના ઉગ્ર આંદોલનો અને જબરજસ્ત વિરોધ બાદ પણ લોકસભા રાજકોટ બેઠક પર પરસોતમભાઈ રૂપાલાએ વટભેર વિજય હાંસલ કર્યો

ક્ષત્રિય સમાજના ઉગ્ર આંદોલનો અને જબરજસ્ત વિરોધ બાદ પણ લોકસભા રાજકોટ બેઠક પર પરસોતમભાઈ રૂપાલાએ વટભેર વિજય હાંસલ કર્યો
ક્ષત્રિય સમાજના ઉગ્ર આંદોલનો અને જબરજસ્ત વિરોધ બાદ પણ લોકસભા રાજકોટ બેઠક પર પરસોતમભાઈ રૂપાલાએ વટભેર વિજય હાંસલ કર્યો

રાજકોટમાં ભાજપને પૂરા સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ મળી

ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ લીડ મેળવી છે.પ્રથમ રાઉન્ડથી કમળ ખીલતું દેખાયું હતું.કોંગ્રેસને કોઈ લાભ ન થયો
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના પરસોતમભાઈ રૂપાલા 4.50 લાખથી વધુ મતોની લીડથી વિજયી બન્યાં . ભાજપના ગઢ ગણાતી આ બેઠક પર કમળ સોળેકળાએ ખીલી ઉઠયું છે,

આ વખતે ક્ષત્રિય આંદોલન અને ઉગ્ર વિરોધ બાદ રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રીતે ભાગ ભજવતા ગુજરાત સહિત દેશભરના રાજકીય પંડીતોની નજર આ બેઠક પર મંડાયેલી રહી હતી. જોકે ભાજપના પરસોતમભાઈ રૂપાલાએ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 4.50 લાખથી વધુ મતોની લીડથી વિજય વાવટો ફરકાવી દીધો.

રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી સવારના 8 વાગ્યાથી કણકોટની સરકારી ઈજનેરી કોલેજ ખાતે ઓબ્ઝર્વર અને રાજકીય પક્ષોના ઉમેદવારો અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થવા પામ્યો હતો. મતગણતરીનો પ્રારંભ થતાની સાથે આ બેઠકના પરિણામ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

ત્યારે મતગણતરીને પ્રથમ રાઉન્ડથી ભાજપના પરસોતમ રૂપાલાએ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે લીડ મેળવવાનું ચાલુ રાખ્યું હતું. મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના રૂપાલાએ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે 25672 મતોની લીડ મેળવી હતી. આ રાઉન્ડમાં રૂપાલાને 42134 અને ધાનાણીને 16462 મતો મળ્યા હતા.બીજા રાઉન્ડમાં પરસોતમ રૂપાલાએ 86330 અને પરેશ ધાનાણીએ 32158 મતો મેળવતા રૂપાલાની લીડ વધીને 54172 મતની થવા પામી હતી. જયારે ત્રીજા રાઉન્ડના અંતે રૂપાલાએ 129404 અને પરેશ ધાનાણીએ 48278 મતો મેળવ્યા હતા. રૂપાલાની લીડનો આંકડો 81126 થવા પામ્યો હતો.

ચોથા રાઉન્ડમાં રૂપાલાને 168892 અને ધાનાણીને 69252 મતો મળતા રૂપાલાને લીડ 99640 થવા પામી હતી. પાંચમાં રાઉન્ડમાં રૂપાલાને 218548 અને ધાનાણીને 85516 મત મળતા રૂપાલાની લીડ 133032 થવા પામી હતી. છઠ્ઠા રાઉન્ડમાં રૂપાલાને 267817 અને ધાનાણીને 100445 મત મળતા રૂપાલાને લીડ 1.57 લાખ મતોને પાર પહોંચી હતી.સાતમાં રાઉન્ડમાં રૂપાલાને 320472 અને ધાનાણીને 115115 મત મળતા રૂપાલાની લીડનો આંકડો 2 લાખને પાર થયો હતો. આવી જ રીતે આઠમા રાઉન્ડમાં રૂપાલાને 364834 મતો મળ્યા હતા જયારે તેમની સામે ધાનાણીને 134366 મત મળતા રૂપાલાની લીડ વધીને 2.30 લાખને પાર થયેલ હતી. નવામાં રાઉન્ડમાં ભાજપના રૂપાલાને 406462 અને કોંગ્રેસના પરેશ ધાનાણીને 157351 મતો મળ્યા હતા તેમજ 10માં રાઉન્ડમાં રૂપાલાને 447267 અને પરેશ ધાનાણીને 178300 મતો મળતા રૂપાલાની લીડ 2.68 લાખને આંબી ગયેલ હતી.

આ ઉપરાંત 11માં રાઉન્ડમાં ભાજપના પરસોતમ રૂપાલાએ 435514 મતો અને પરેશ ધાનાણીએ 200131 મતો મેળવતા રૂપાલાએ 2.85 લાખ મતોની લીડ આ રાઉન્ડમાં તેઓએ મેળવી હતી. જયારે 12માં રાઉન્ડના અંતે પરસોતમ રૂપાલાને 525095 મતો અને ધાનાણીને 219602 મત મળતા 305493 મતોની લીડ મળી હતી. તેમજ 13માં રાઉન્ડના અંતે રૂપાલાએ 565804 મતો મેળવ્યા હતા જયારે પરેશ ધાનાણીને 238841 મતો મળતા આ રાઉન્ડમાં રૂપાલાને ધાનાણી સામે વધીને 3.26 લાખ મતોને પાર થયેલ હતી.જયારે 14માં રાઉન્ડના અંતે ભાજપના પરસોતમ રૂપાલાને 612018 મત અને કોંગ્રેસના પરેશ ધાનાણીને 252674 મત મળતા રૂપાલાએ કોંગ્રેસના ઉમેદવાર સામે 359314 મતોની લીડ મેળવી હતી. આ ઉપરાંત 15માં રાઉન્ડમાં પરસોતમ રૂપાલાને 648067 મતો અને પરેશ ધાનાણીને 270255 મત મળતા આ રાઉન્ડમાં રૂપાલાએ 3.77 લાખ મતની સરસાઈ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે મેળવી હતી. જયારે 16માં રાઉન્ડમાં રૂપાલાને 682050 મત અને ધાનાણીને 287757 મત મળ્યા હતા.

આખરે લોક્સભા રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ વિજય બની મેદાન માર્યુ.