આખરે સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યું

આખરે સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યું
આખરે સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યું

ક્ષત્રિયોનું આંદોલન રૂપાલાને ભારે પડ્યું, મંત્રીપદ છીનવાઈ ગયું.નરેન્દ્ર મોદીની 3.0 કેબીનેટમાં સ્મૃતિ, ઠાકુર, મુંડા, ચૌબે, ચંદ્રશેખર સહીત સ્થાન મળ્યું નહીં : 18 પ્રધાન ચૂંટણી હાર્યા છે.

આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રુપાલાએ ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો. આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યુ નહીં પણ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જોતાં રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં 37 મંત્રીઓ પડતા મુકયા છે. તેમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે સહિતના કેબીનેટ રેન્કના સાત મંત્રીઓનો સમાવેશ થાય છે.

પુરુષોતમ રૂપાલા,અર્જુન મુંડા, આર.કે.સિંહ અને મહેન્દ્ર નાથ પાંડેય પણ મોદીની અગાઉની સરકારમાં કેબીનેટના હોદા પર હતા, પરંતુ મંત્રીમંડળમાં રવિવારે શપથ લીધા ન હતા. જો કે અપક્ષ હવાલો ધરાવતા તમામ ત્રણ મંત્રીઓને જાળવી રખાયા છે.

રાજયકક્ષાના 42માંથી 30 મંત્રીઓને પડતા મુકાયા છે. અન્ય જે મંત્રીઓ ફરી લેવાયા નથી તેમાં વી.કે.સિંહ, ફગ્ગનસિંહ કુલસ્તે, અશ્વિની ચૌબે, દાનવે રાવસાહેબ દાદારાવ, સાધ્વી નિરંજન જયોતિ, સંજીત બલિયાન, રાજીવ ચંદ્રશેખર, સુભાષ સરકાર, નિસીથ પ્રમાણિક, રાજકુમાર રંજન સિંહ અને પ્રતિમા ભૌમિક છે. મીનાક્ષી લેખી, મુંજપરા મહેન્દ્રભાઈ, અજયકુમાર મિશ્રા, કૈલાશ ચૌધરી, કપિલ મોરેશ્વર પાટીલ, ભારતી પ્રવિણ પવાર, કૌશલ કિશોર, ભગવંત ધુભા અને વી.મુરલીધરનને પણ જાળવી રાખવામાં આવ્યા નથી.