LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો…!

LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો…!
LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો…!

1 સપ્ટેમ્બરથી ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા ઓછી થશે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ મળશે

 દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આનાથી ઘરના રસોડામાં કોઈ ખાસ નહીં રહે.

Visit Saurashtra Kranti Homepage here

1 સપ્ટેમ્બરથી ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા ઓછી થશે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ મળશે.

દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વાણિજ્યિક એલપીજી ગેસ મોટેભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે. તેનાથી તેમને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે.

આ સતત ચોથો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 1 એપ્રિલે આ સિલિન્ડરની કિંમતમાં 249.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

કોર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ સતત પાંચમીવાર ઘટાડો થયો છે. 19 મે 2022ના રોજ 2354 રૂપિયાની રેકોર્ડ કિંમતે પહોંચનાર ગેસ સિલિન્ડર 1 જૂનના રોજ 2219 રુપિયાનું થયું હતું. તેના પછી એક મહિના બાદ સિલિન્ડરની કિંમતોમાં 98 રુપિયાનો ઘટાડો થયો હતો અને તેની કિંમત રૂ.2021 થઈ ગઈ હતી.

જે બાદ 6 જુલાઈના રોજ તેલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમત ફરી ઘટાડી અને 2012.50 રૂપિયા કરી દીધી. 1 ઓગસ્ટથી આ સિલિન્ડર 1976.50 રુપિયાનું મળવા લાગ્યું. તેમજ હવે નવા ઘાટાડ સાથે 1 સપ્ટેમ્બરથી આ સિલિન્ડરની કિંમત 1885 રુપિયા થઈ ઘઈ છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડાથી સામાન્ય માણસને મોંઘવારીના મોરચે રાહત મળી છે.

તે જ સમયે, દેશમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં જુલાઈથી ઘટાડો કરવામાં આવ્યો નથી. ઘરેલું સિલિન્ડર દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052 રૂપિયા અને ચેન્નાઈમાં 1068 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Read About Weather here


કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ:

► દિલ્હીમાં ઈન્ડેનનું 19 કિલોનું સિલિન્ડર 1976.50ના બદલે 1885 રૂપિયામાં મળશે.

► કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર 1995.5 રૂપિયામાં મળશે. પહેલા તે 2095 રૂપિયામાં ઉપલબ્ધ હતું.

► તે જ સમયે, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1844 રૂપિયામાં મળશે.

► ચેન્નાઈમાં LPG સિલિન્ડર 2045 રૂપિયામાં મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here