75 પાલિકા, બે જિલ્લા અને 17 તાલુકા-પંચાયતોની ચૂંટણી ‘લોકસભા’ પછી થશે!

75 પાલિકા, બે જિલ્લા અને 17 તાલુકા-પંચાયતોની ચૂંટણી 'લોકસભા' પછી થશે!
75 પાલિકા, બે જિલ્લા અને 17 તાલુકા-પંચાયતોની ચૂંટણી 'લોકસભા' પછી થશે!
ગુજરાત વિધાનસભાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અન્ય પછાત વર્ગો- OBC માટે બેઠકો અને હોદ્દાઓ અનામત રાખવા કાયદો ભલે સુધાર્યો પરંતુ, દોઢ વર્ષથી સ્થગિત 75થી વધારે નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આ વર્ષના અંતે અર્થાત 2023 પૂર્વે યોજાય તેવી શક્યતા નહિવત છે. આઠેક હજાર ગ્રામ પંચાયત સહિત પાલિકા- પંચાયતોની ચૂંટણી આગામી વર્ષે લોકસભાની ચૂંટણી બાદ યોજાય તો નવાઈ નહી !

Visit Saurashtra Kranti Homepage here

ગત સપ્તાહે વિધાનસભામાં 27 ટકા OBC અનામત અંગેના પસાર કરવામાં આવેલા વિધેયકને રાજ્યપાલ તરફથી બહાલી મળી નથી. આથી, ગ્રામ- તાલુકા- જિલ્લા એમ ત્રિ-સ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓ, 75થી વધારે પાલિકાઓમાં સામાન્ય ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને શહેરી વિકાસ, પંચાયત વિભાગ, રાજ્ય ચૂંટણી આયોગમાં ભારે અસમંજસતા છે. એક પણ અધિકારી અધિકૃતપણે કંઈ જ કહેવા તૈયાર નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી સંચાલન સાથે જોડાયેલા સિનિયર ઓફિસરોએ ‘સંદેશ’ સાથેની વાતચીતમાં કહ્યુ કે, ”હજી રાજ્યપાલે 27 ટકા OBC અનામત માટે ત્રણયે કાયદાઓમાં સુધારાનું વિધેયક મંજૂર કર્યુ નથી. તેને મંજૂરી મળ્યા પછી પંચાયત અને શહેરી વિકાસ એમ બે વિભાગોએ અલગ અલગ કક્ષાએથી ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિધ્ધ કરવાનું થાય છે. પ્રસિધ્ધી પછીથી વસ્તીના ધોરણે દરેક સંસ્થામાં 27 ટકા OBC અનામતના અમલ માટે બેઠકોની ફાળવણી કરવાની રહેશે. આ પ્રક્રિયા માટે બે મહિનાનો સમય અનિવાર્ય છે. આમ, સંભવતઃ ડિસેમ્બર- 2023માં બેઠકોની ફાળવણી થયા પછી 25મી જાન્યુઆરી- 2024ના રોજ નવી મતદાર યાદી પ્રસિધ્ધ થતા તેનો અમલ કરવો પડે તેવી સ્થિતિ છે. તે સમયે જૂની અર્થાત ઓગસ્ટ- 23ની મતદાર યાદીનો ઉપયોગ કરી શકાય તેમ નથી. આ ચાર મહિનામા જ જિલ્લા સ્તરે વાઈબ્રન્ટ સમિટના આયોજનો, મતદાર યાદી સુધારણા કાર્યક્રમો અને છેલ્લે વર્ષ 2024ના આરંભે 10મી વાઈબન્ટ સમિટ હોવાથી રાજ્ય ચૂંટણી આયોગને રાજ્ય વહિવટી તંત્રનો સહયોગ ઉપલબ્ધ શકશે નહી. આ સમિટ પછી માર્ચ- 2024ના બીજા સપ્તાહ આસપાસ લોકસભા- 2024ની ચૂંટણી જાહેર થશે. આથી, અહીં સ્થગિત રહેલી પાલિકા- પંચાયતની ચૂંટણી પણ હવે લોકસભા ચૂંટણી પછી યોજાય તેવી શક્યતા છે”

Read Saurashtra Kranti E-Paper here

ઉલ્લેખનિય છે કે, અગાઉ એપ્રિલ મહિનામાં રિટાયર્ડ ચીફ જસ્ટીસ ઝવેરી કમિશને સરકારને રિપોર્ટ સોંપ્યો ત્યારે 8 હજાર ગ્રામ પંચાયતો, 75થી વધુ પાલિકા, બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ઓક્ટોબર, નવેમ્બરમાં નવરાત્રિ- દિવાળી આસપાસ થશે એમ મનાતુ હતુ. પરંતુ, હવે તેમાં વિલંબ થશે તે નક્કી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here