સલમાન ખાન પોલીસ સ્ટેશનના ચક્કર અને ધમકી વગેરેથી થાક્યાં….

સલમાન ખાન પોલીસ સ્ટેશનના ચક્કર અને ધમકી વગેરેથી થાક્યાં....
સલમાન ખાન પોલીસ સ્ટેશનના ચક્કર અને ધમકી વગેરેથી થાક્યાં....

મુંબઈ પોલીસે એપ્રિલમાં તેમના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું છે. પોતાનું નિવેદન નોંધતા, સલમાન ખાને એક અપરાધ માટે નિશાન બનાવવામાં આવતા તેની નિરાશા પણ વ્યક્ત કરી હતી, જેના માટે તેણે પહેલેથી જ ઘણું સહન કર્યું છે અને વિવિધ અદાલતો દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.ચાર સભ્યોની ટીમ ક્રાઈમ બ્રાન્ચ આ મહિનાની શરૂઆતમાં બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગઈ હતી જ્યાં આ પરિવાર રહે છે. સલમાન ખાને કહ્યું હતું કે તે હવે આ તમામ પ્રક્રિયાથી કંટાળી ગયો છે. પોલીસ સ્ટેશનના ચક્કર, ધમકી, વગેરે ખૂબ જ નિરાશાજનક છે .

અધિકારીએ કહ્યું કે, 4 જૂને સલમાનનું નિવેદન લગભગ ચાર કલાક અને તેના ભાઈનું બે કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવામાં આવ્યું હતું. 14 એપ્રિલની વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઇકલ પર સવાર બે વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ ફાયરિંગ અંગે ગુજરાતમાંથી કથિત શૂટરો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી.

સલમાન ખાન પોલીસ સ્ટેશનના ચક્કર અને ધમકી વગેરેથી થાક્યાં…. સલમાન ખાન

પોલીસનો દાવો છે કે, આ ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક અનુજ થપાને 1 મેના રોજ પોલીસ લોકઅપમાં કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી.અન્ય એક કેસમાં, નવી મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાન પર હુમલો કરવાના કાવતરાના સંબંધમાં હરિયાણાના બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના કથિત સભ્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here