વાહનોની નંબર પ્લેટ પણ સેટેલાઈટ સાથે લિંક થશે

વાહનોની નંબર પ્લેટ પણ સેટેલાઈટ સાથે લિંક થશે
વાહનોની નંબર પ્લેટ પણ સેટેલાઈટ સાથે લિંક થશે

ત્રણ-ચાર મહિનામાં ટોલબુથમાંથી મુકિત મળશે અને ઓટોમેટિક રજિસ્ટ્રેશન થઈ જશે: નીતિન ગડકરી

દેશમાં રાષ્ટ્ર્રીય અને રાજય ધોરીમાર્ગનું નેટવર્ક ઝડપથી વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ટોલ બુથની સંખ્યા પણ વધી રહી છે પરંતુ કેન્દ્ર વાહનચાલકોને ટોલ બુથમાંથી મુકિત આપવાનું વિચારી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નવી ફાસ્ટેગ નીતિ બનાવી રહી છે નવી પોલિસી 3-4 મહિનામાં જાહેર કરવામાં આવશે.
સરકાર ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશન સિસ્ટમ લખી રહી છે આ સિસ્ટમને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ જિલ્લાના ઘોલેરા તાલુકાના કાવિકા ગામમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન ગડકરીએ આ વાત કરી હતી. તેઓ અહીં અમદાવાદ-ઘોલેરા એકસપ્રેસ વે પેકેજ-1ના પ્રોગ્રેસ વર્કની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ત્યાં 4200 કરોડના ખર્ચે 109 કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ કોરીડોર વિકસાવવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું કે, નવી ફાસ્ટેગ પોલિસી અને સેટેલાઈટથી લીંક સિસ્ટમ હેઠળ વાહનમાં એક બાજુ ફાસ્ટેગ સ્ટીકર તો લગાવેલું હશે જ અને તેની સાથે જ કેમેરો વાહનની ઓટોમેટિક રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો પણ પાડી લેશે. એકસપ્રેસ-વે બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ થોડી મદદ મળી છે.

Read About Weather here

મહાનગરપાલિકા પાસેથી 20 લાખ ટન સોલીડ વેસ્ટ કચરો લેવામાં આવ્યો છે જેને એકસપ્રેસ વેમાં નાખવામાં આવી રહ્યો છે. બન્ને બાજુએ વૃક્ષો વાવવામાં આવશે. માર્ચ 2024 સુધીમાં તેના નિર્માણ સાથે અમદાવાદ-ઘોલેરા વચ્ચેની મુસાફરીનો સમય પણ ઘટી જશે અને લગભગ એક કલાક ઓછો થઈ જશે. અને માત્ર સવા કલાકમાં મુસાફરી પુરી કરી શકાશે. તે નવાગામ ઘોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ થઈને સરખેજ અને ઘોલેરા પાસેના એસપી રિંગરોડને જોડે છે તે બની જવાથી ઘોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ, અલગં પોર્ટ, અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથેની કનેકિટવિટી પણ વધુ સારી બનશે તેમજ ઔધોગિક ગતિવિધીઓને વેગ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here