ગુજરાતમાં હાઈ-વે પ્રોજેક્ટ માટે રૂ.1 લાખ કરોડથી વધુ ખર્ચાશે

ગુજરાતમાં હાઈ-વે પ્રોજેક્ટ માટે રૂ.1 લાખ કરોડથી વધુ ખર્ચાશે
ગુજરાતમાં હાઈ-વે પ્રોજેક્ટ માટે રૂ.1 લાખ કરોડથી વધુ ખર્ચાશે

કેન્દ્રના સડક પરિવહનમંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે સહિતના હાઈ-વેનું કામ ચાલુ

ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય સડક પરિવહનમંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈ-વે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજીત કરવામાં આવી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે 52,775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે 30,908 કરોડ રૂપિયાના 1366 કિમી.ના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ ગુજરાતમાં નેશનલ હાઇ-વેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1,08,690 કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે. રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ-વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ-વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

રૂ.4200 કરોડના ખર્ચે બનતા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસની કામગીરીનું નિરીક્ષણ કરતા ગડકરી

અમદાવાદ-ધોલેરા એકસપ્રેસવે (પેકેજ-1)ના ચાલી રહેલા કામની પ્રગતિનું આજે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ નિરિક્ષણ કર્યું હતું. 4200 કરોડના કુલ ખર્ચથી આ 109 કિલોમીટર લાંબો ગ્રીન ફીલ્ડ કોરીડોર વિકસિત કરવામાં આવી રહ્યો છે.અમદાવાદ અને ધોલેરાને જોડવા માટે અને ધોલેરાનાં અનેક ખાસ રોકાણ ક્ષેત્રને અમદાવાદની સાથે જોડવા માટે આ એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે કામ થશે. આ એકસપ્રેસ વે અમદાવાદ અને ધોલેરા વચ્ચે ગતિ યાત્રાને સક્ષમ કરશે અને યાત્રાનાં સમયગાળાને લગભગ 1 કલાક (હાલ 2.25 કલાક) ઓછુ કરી દેશે.ધોલેરાથી વિમાન મથક માટે સીધી કનેકટીવીટી પણ આપશે.આ માર્ગ નવ ગામમાં ધોલેરા આંતર રાષ્ટ્રીય વિમાન મથકનાં માધ્યમથી સરખેજ, અને ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (એસઆઈઆર) પાસે સરદાર પટેલ રીંગ રોડને જોડે છે. અમદાવાદ અને ધોલેરામાં ઔદ્યોગીક ગતિવિધીમાં ઝડપ લાવવામાં આ એકસપ્રેસ વે મદદરૂપ સાબીત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here