મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ…

મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ...
મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને મહત્વ આપી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના સાતમા બજેટમાં વીજ ઉત્પાદન વધારવા, ટ્રાન્સમિશન સિસ્ટમના વિસ્તરણ અને મજબૂતીકરણ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. સરકારે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ… બજેટ

દેશમાં વીજળીની માંગ 250 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે વીજળીની મહત્તમ માંગ 2023 માં 243 ૠઠ અને 2022 માં તે 216 ૠઠ હતી. હાલમાં દેશમાં સ્થાપિત ક્ષમતા 444.75 ગીગાવોટ છે. તેમાંથી 54.6 ટકા થર્મલ છે, જ્યારે બાકીના ઉત્પાદનમાં હાઇડ્રો, ન્યુક્લિયર અને રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પણ તેમના બજેટમાં આ તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીડ સ્થિરતા માટે જાહેરાત કરી શકે છે. વચગાળાના બજેટમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે રૂ. 28.352 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ… બજેટ

રૂફટોપ સોલાર પ્લેટ સ્કીમનું વિસ્તરણ શક્ય
નાણામંત્રી સામાન્ય બજેટમાં રુફટોપ પર સોલાર પ્લેટ લગાવવાની યોજનાના વિસ્તરણની પણ જાહેરાત કરી શકે છે. વચગાળાના બજેટમાં નિર્મલા સીતારમણે એક કરોડ પરિવારો માટે રૂફટોપ સોલર સ્કીમની જાહેરાત કરી હતી. તેનાથી વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થવાની આશા છે.

નિષ્ણાતો શું કહે છે
ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્પાદન વધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વીજળીની અછત સર્જાઈ શકે છે. ટ્રાન્સમિશન સિસ્ટમને મજબૂત કરવી પણ ખૂબ જ જરૂરી છે.

મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ… બજેટ

વડાપ્રધાનને અર્થશાસ્ત્રીઓની અપીલ
આગામી બજેટ પહેલા દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક વિકાસને વેગ આપવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે પગલાં ભરવા અપીલ કરી છે. અર્થશાસ્ત્રીઓએ ગુરુવારે બજેટને લઈને વડાપ્રધાન સાથેની બેઠક દરમિયાન આ વાત કહી.

બેઠકમાં આપવામાં આવેલા સૂચનો
બેઠકમાં આર્થિક વિકાસને વેગ આપવા અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના દસ્તાવેજની પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ સરકારને સામાન્ય માણસને ટેક્સમાં રાહત આપવા અને મોંઘવારી પર અંકુશ લાવવા માટે પગલાં ભરવા અપીલ કરી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here