માઈક્રોસોફ્ટ કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી

માઈક્રોસોફ્ટ કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી
માઈક્રોસોફ્ટ કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી
માઈક્રોસોફ્ટ કંપનીએ તેમના 10,000 કર્મચારીઓની છટણી કરવાનું એલાન કર્યું છે. મહત્વનું છે કે, છૂટા થનાર કર્મચારીઓને ઘણા લાભ આપવામાં આવશે. આ ઉપરાંત હેલ્થકેર કવરેજ, 60 દિવસની નોટિસ જેવી સુવિધા પણ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાની મોટી મોટી કંપનીઓને મંદીનો ડર સતાવી રહ્યો છે અને તેથી તેમણે અત્યારથી કમર કસી છે અને તેનો સૌથી પહેલો ભોગ કર્મચારીઓનો લેવાઈ રહ્યો છે. વિવિધ કંપનીઓની છટણીની વચ્ચે દુનિયાની મોટી કંપની માઈક્રોસોફ્ટ મંદીની આશંકા વચ્ચે 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપનીની ઘટતી આવક એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં લગભગ 5 ટકા વર્કફોર્સ ઘટી જશે. કંપનીએ આ નિર્ણય પાછળ નબળી આર્થિક સ્થિતિનો હવાલો આપ્યો છે.

Read About Weather here

માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ દાવોસમાં જણાવ્યું હતું કે, “અમે અમારા ભવિષ્ય માટે વ્યૂહાત્મક રીતે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.” એટલે કે લાંબા ગાળા માટે ગ્રોથ પર ફોકસ કરીને અમે અમારા નાણાં અને પ્રતિભાનું રોકાણ વિવિધ ક્ષેત્રોમાં કરીશું. “હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે અત્યાર સુધીની આ યાત્રામાં અમને ટેકો આપ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here