‘બેટી બચાવો બેટી પઢા’ઓની કામગીરીને કેનેડા ગવર્નમેન્ટે બિરદાવી…!

'બેટી બચાવો બેટી પઢા'ઓની કામગીરીને કેનેડા ગવર્નમેન્ટે બિરદાવી...!
'બેટી બચાવો બેટી પઢા'ઓની કામગીરીને કેનેડા ગવર્નમેન્ટે બિરદાવી...!

રાજકોટમાં 11મીએ કલેકટર ઓફિસ અને એક ઐતિહાસિક સ્થળે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરવાનો પણ નિર્ણય


રાજકોટ જિલ્લામાં બેટી બચાવો પેટી પઢાઓ અંતર્ગત કાબિલેદાદ કામગીરી થઈ રહી છે. જેની નોંધ કેનેડા સરકારે લઈને આ કામગીરીને બિરદાવી છે.તેઓએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને પ્રોત્સાહન લેટર પણ આપ્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઉપરાંત કેનેડા સરકારની સૂચના મુજબ રાજકોટમાં 11મીએ કલેકટર ઓફિસ અને એક ઐતિહાસિક સ્થળે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં દીકરીઓને વધુમાં વધુ તક પ્રદાન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે.

તદઉપરાંત દીકરી કોઈ પરિવારને ભારણ ન લાગે તે માટે સરકારી યોજનાઓમાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરીની કેનેડા સરકારે નોંધ લીધી છે. તેઓએ કલેકટર અરુણ મહેશ બાબુને એક પત્ર લખી રાજકોટ જિલ્લામાં બેબી ચાઈલ્ડ માટે થઈ રહેલી પ્રવૃતિઓની પ્રસંશા કરી અભિનંદન પણ પાઠવ્યા છે.

Read About Weather here

વધુમાં આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી તા.11 ઓક્ટોબરના રોજ બેબી ચાઈલ્ડને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ અંતર્ગત ત્યાં રાત્રીના સમયે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરવામાં આવનાર છે. (3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here