પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બરમાં સમૂહ લગ્નોત્સવ

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બરમાં સમૂહ લગ્નોત્સવ
પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બરમાં સમૂહ લગ્નોત્સવ

મિલપરા સ્થિત કાર્યાલય ખાતે તા.25મીથી ફોર્મ વિતરણ

નિ:સહાય વિધવા મહિલાઓના પિતૃઓના મોક્ષાર્થે ફેબ્રુઆરીમાં હરિદ્વાર ખાતે વિનામૂલ્યે ભાગવત સપ્તાહ યોજાશે

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 6 વર્ષે રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિ:સહાય, નિ:સંતાન, જેઓને સંતાનમાં દીકરો કે દીકરી ન હોય તેવા જ ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા) ના પિતૃઓના મોક્ષાર્થે વિનામૂલ્યે (એક પણ પૈસો લીધા વગર) હરિદ્વાર (ગંગાકિનારે) 108 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન તા.24/2/2023 થી તા.6/3/2023 સુધી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે સ્વ. ક્રિનાબેન અતુલભાઇ કારીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા કારીયા પરિવાર બિરાજશે. 23માં વર્ષે 11 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન તા.4-12-2022ના રોજ રાખવામા આવેલ છે.

જેના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે કાર્યાલય 52થી આપવામા આવશે. ભાગવત સપ્તાહના વ્યાસાસને શાસ્ત્રી રમેશભાઇ એમ. જોષી સુંદર શૈલીમાં રસપાન કરાવશે. ગંગાસ્વરૂપ માતાઓને રાજકોટ રેલવે સ્ટેશનથી રેલ્વે સ્લીપરકલાસમાં લઇ જવામાં આવશે.

 આ યાત્રામાં દરરોજ સવારે ચા, કોફી નાસ્તો બપોરે તથા રાત્રે શુધ્ધ શાકાહારી કાઠીયાવાડી ભોજન આપવામાં આવશે.આ યાત્રા તથા સમૂહલગ્નના ફોર્મનું વિતરણ તા.25/9/2022 થી તા.10/10/2022 સુધી સવારે 10 થી 12 કલાકે તથા સાંજે 5 થી 8 કલાકે કરવામાં આવશે જે પરત કરવાની તા.20/10/2022 સુધીમાં સંસ્થાના કાર્યલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં.9/અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ઉપર રહેશે.

માર્ચ મહિનામાં નેપાળ, એપ્રિલ મહિનામાં રામેશ્ર્વરમ્, મે મહિનામાં જગન્નાથપુરી (ગંગાસાગર), જુન મહિનામાં વૈશ્ર્વદેવી, તથા અન્ય ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવશે.

આ માનવ સેવા કાર્યમાં સંસ્થાના કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ ભટ્ટ, પાવન શિશાંગિયા, પ્રિયાંશક ગોહેલ, ધર્મેશ રાઠોડ, ચિંતન રાચ્છ, બપુબાપા માખેલા, સવજીબાપા, જયાબેન વાઘેલા, દિનેશભાઇ મહેતા, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, દેવશીભાઇ વાડોલીયા, તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે.

Read About Weather here

વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ. ભટ્ટ (મો.99250 1088)નો સંપર્ક કરવા વિનંતી જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here