જુનાગઢ દાતાર રોડના કડીયાવાડના શાક માર્કેટના નાકે બિલ્ડીંગ ધરાશાયી થયાના મામલે બે પુત્રો પિતા અને એક આધેડ સહિત ચારના દટાઈ જવાના કારણે મોત થવા પામ્યા છે. જે ઘટના બાદ સિનીયર ટાઉન પ્લાનીંગ ઓફીસર બીપીન ગામીતે એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે.
કડીયાવાડમાં આવેલ શ્રીનાથ નામની બે માળની બિલ્ડીંગ 24 જુલાઈ સોમનારના બપોરના 12-45 કલાકે તુટી પડતા કુલ ચાર મોત થવા પામેલ. આ બિલ્ડીંગનો દસ્તાવેજ 1972માં તુલસીદાસ વિરજી પીઠડીયા, નારણદાસ વિરજી પીઠડીયા અને રતિલાલ વિરજી પીઠડીયાના નામે નોંધાયેલ છે.
Visit Saurashtra Kranti Homepage here

આ જર્જરીત બિલ્ડીંગ ઉતારી લેવા માટે 10 દિવસની મહેતલની નોટીસ તુલસીભાઈ વીરજીભાઈ પીઠડીયાને તા.29 મે 2023ના વોર્ડના એન્જીનીયર હર્ષિત ભૂવાએ મોકલી હતી જે બીલ્ડીંગ ન ઉતારવામાં આવતા તા.24 જુલાઈના બિલ્ડીંગ ધરાશાયી થતા ચારના મોત નોંધાયા હતા. જે ત્રણેય માલીકો સામે ધોરણસરની ફરીયાદ કરવા મારી ફરીયાદ છે. પરંતુ ગામીતે જેની સામે ફરીયાદ નોંધાવી છે તે તુલસીદાસ વિરજી પીઠડીયા તો 47 વર્ષ પહેલા તા.18-10-1976માં મૃત્યુ પામ્યા છે.
Read About Weather here

બીજા નારણદાસભાઈ પીઠડીયાનું 5 વર્ષ પહેલા મોત થવા પામ્યું છે. ત્રીજા આરોપી બનાવાયા છે તે રતિલાલ પીઠડીયા 70 વર્ષના છે જેની તપાસ પોલીસે હાથ ધરી છે. મનપાએ 29 મેના નોટીસ આપી તેના 10 દિવસ બાદ મકાન માલીકે બિલ્ડીંગ ન ઉતાયુર્ં તો મનપાએ કેમ કાર્યવાહી ન કરી માત્ર નોટીસ આપી સંતોષ માની લીધો. એ માલીક બિલ્ડીંગ ન ઉતારે તો મનપાએ આ બિલ્ડીંગ ઉતારી લેવી જોઈતી હતી. તેમ છતાં આવી ગંભીર બેદરકારી દાખવનાર એસટીપીઓ બીપીન ગામીત પોતાની બેદરકારી છુપાવવા ચટકી જવા દોષનો ટોપલો ઢોળી દેવા મકાન માલીક સામે ફરીયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here