આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિત શાહ સાળંગપુર જશે, કષ્ટભંજન દેવ સમક્ષ શીશ ઝુકાવી વાઘા અને મુગટ અર્પણ કરશે

2. 20 દિવસ પહેલાં ઘરાકી નહીં હોવાની બૂમો પાડતાં બજારોમાં બે દિવસમાં અંદાજે 300 કરોડની ખરીદી

દિવાળી પરના છેલ્લા રવિવારે શહેરના તમામ બજારો, મોલમાં ખરીદી માટે ભારે ભીડ જામી હતી. હજુ 20 દિવસ પહેલાં ઘરાકી ઓછી હોવાની વેપારીઓ વાત કરતા હતા પરંતુ શનિ-રવિમાં ખૂબ જ સારી ઘરાકી નીકળી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. નવ વર્ષ બાદ અમદાવાદમાં સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું

ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓકટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનાં 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. 

4. 6 મહિના પૂર્વે વાપી રેલવે ટ્રેક પરથી મળેલા બે માસના બાળકને અમદાવાદના શ્રીમંત પરિવારે દત્તક લીધું

વાપી રેલવે ટ્રેક ઉપર આજથી 6 માસ અગાઉ એક 2 માસના શિશુને કોઇ નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધું હતું.જેની જાણકારી મળતાં આ શિશુને વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લાવવામાં આવ્યું હતું.

5. ભારતીય કાયદામાં સોશિયલ મીડિયા ચેટ ફર્સ્ટ નહીં, પરંતુ સેકન્ડરી પુરાવો છે

એનસીબીએ હાલમાં જ અનેક મામલામાં વૉટ્સએપ ચેટના આધારે કેટલાકની ધરપકડ કરી છે

6. ઈન્ડિયન ઓઈલે ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી, ગ્રાહકો ‘હમસફર ઈન્ડિયા’ એપ પરથી ઓર્ડર કરી શકશે

20 લીટરથી ઓછું ડીઝલ જોઈતું હોય તેવા ગ્રાહકો માટે આ સર્વિસ છે

7. ઓસ્ટ્રેલિયાનો યુવક ‘લેમ્બર્ગિની’માં ડ્રાઈવિંગ એન્જોય કરી રહ્યો હતો, બ્રેક અને એક્સેલેરેટર વચ્ચે કન્ફ્યુઝ થતાં 50 ફૂટ ઊંડા તળાવમાં ખાબક્યો

આ ઘટના ઓસ્ટ્રેલિયાના મોન્ડસી લેકની છે. 31 વર્ષના યુવકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો

તળાવમાંથી કાર શોધતાં 3 કલાકનો સમય થયો

8. ઇંગ્લેન્ડની મહિલા ડાયમંડ રિંગ ‘નકામી’ સમજીને કચરામાં ફેંકવાની હતી, ઓક્શન હાઉસે તેની કિંમત 20 કરોડ રૂપિયા આંકી

30 વર્ષ જૂની હીરાની વીંટીની કિંમત જાણવા ડોસીએ ફોર્સ કર્યો હતો. રિંગમાં 34 કેરેટનો ડાયમંડ છે

9. હવે 1.5 તાપમાન ઘટાડશે દુનિયા; પૃથ્વીને વિનાશથી બચાવવા ભારત સહિત 20 અમીર દેશના નેતા એક થયા

2050 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય, ચોક્કસ સમયમર્યાદા નક્કી નથી

કોલસા આધારિત વીજ પરિયોજનાઓ માટે બીજા દેશોને નાણાકીય મદદ નહીં

જી-20નું આગામી સંમેલન 2022માં ઈન્ડોનેશિયા અને 2023માં ભારતમાં

Read About Weather here

10. જમીન વેચી, ક્રિકેટ રમવા અનેક દેશોમાં ગયા, ICC પાસે તાલીમ લીધી, ત્યારે બેટ બનાવવાની શરતો પૂરી થઈ

ઓમાનના ખેલાડીઓએ બેટના વખાણ કર્યા, હવે અનેક દેશો અને રાજ્યોમાંથી માગ

ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બેટ બનાવવા બહારથી કારીગરો લાવવા પડ્યા, ચારથી વધુ દેશમાંથી ઓર્ડર મળ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here